છેડતી@કડીઃ સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

અટલ સમાચાર, કડી કડીમાં એક યુવકે સોશ્યલ મિડીયાનો સહારો લઈ યુવતિ સાથે છેડતી કર્યાના બનાવની ફરિયાદ નોંધાવા પામી છે. આરોપીએ ફરિયાદી યુવતિને શોશ્યલ મિડીયાના માધ્યમથી મળવા બોલાવી હતી. જે બાદ સેક્સની માંગણી કરી બળજબરી પૂર્વક બાહોશમાં લઈ બળાત્કારની કોશિશ કરી હતી. આ બનાવથી સ્તબ્ધ બનેલી યુવતિએ કડી પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ આપી છે. પોલીસ મથકેથી
 
છેડતી@કડીઃ સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

અટલ સમાચાર, કડી

કડીમાં એક યુવકે સોશ્યલ મિડીયાનો સહારો લઈ યુવતિ સાથે છેડતી કર્યાના બનાવની ફરિયાદ નોંધાવા પામી છે. આરોપીએ ફરિયાદી યુવતિને શોશ્યલ મિડીયાના માધ્યમથી મળવા બોલાવી હતી. જે બાદ સેક્સની માંગણી કરી બળજબરી પૂર્વક બાહોશમાં લઈ બળાત્કારની કોશિશ કરી હતી. આ બનાવથી સ્તબ્ધ બનેલી યુવતિએ કડી પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ આપી છે.

છેડતી@કડીઃ સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

પોલીસ મથકેથી પ્રાપ્ત થઈ રહેલી વિગત અનુસાર ફરિયાદી યુવતિ વોટ્સએપ તેમજ ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયા પર એક્ટીવ રહેતી હતી. જેનો આરોપી આરોપી મલેક ઈદ્દીશ ઉર્ફે શરીફ મહેબુબભાઈ રહે.કડી સિન્ધીવાડો વાળાએ સોનુખાન નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા સંપર્ક કરી વાતચીત શરૂ કરી હતી. જે બાદ શરીફખાન તરીકે પરીચય આપી મિત્રતા કેળવી હતી. જ્યારે તા.16-9-2019ના કડી સીટીપાર્ક સિનેમામાં યુવતિને મળવા બોલાવી હતી. જ્યાં યુવતિ મિત્રતા ખાતર ત્યાં પહોંચી હતી અને અહીં આરોપીની બદદાન બહાર આવી હતી.

જેણે યુવતિને મોબાઈલમાં બિભત્સ ફોટા અને વિડીયો બતાવી સેક્સની માંગણી કરી હતી. યુવતિએ આ અંગે ના પાડતાં યુવકે બળજબરીથી બાહોશમાં પકડી બળાત્કાર કરવાનો પ્રયત્ન કરતાં યુવતિ એકદમ ડઘાઈ ગયેલી યુવતિ ત્યાંથી જેમ-તેમ કરી નીકળી ગઈ હતી. તે ઉપરાંત આરોપી યુવક ફરિયાદીની બહેનપણીઓ સાથે પણ ઈન્ટાગ્રામ ઉપર ખોટા ખોટા એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફસાવવાના પ્રયત્ન કર્યા હોવાનું ખુલ્યું હતું. આ તમામ બાબતોની યુવતિએ યુવક વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે આઈપીસી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.