ચેતજો@સુરત: બાળક બટન ગળી જતાં પરિવાર ચોંક્યો, તાત્કાલિક સફળ સર્જરી કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરતમાં એક વર્ષનો બાળક રમતા રમતમાં બટન ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબોએ સફળ સર્જરી કરી બચાવી લીધો છે. આ ઘટનાને લઇ વાલીઓએ જાગૃત થવાની જરૂર અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ચેતજો@સુરત: બાળક બટન ગળી જતાં પરિવાર ચોંક્યો, તાત્કાલિક સફળ સર્જરી કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતમાં એક વર્ષનો બાળક રમતા રમતમાં બટન ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબોએ સફળ સર્જરી કરી બચાવી લીધો છે. આ ઘટનાને લઇ વાલીઓએ જાગૃત થવાની જરૂર અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઉન પાટિયા નજીક તેજલ નગરમાં રહેતા અમજદ કુરેશીનો પુત્ર હસન શનિવારે સાંજે 6:40 કલાકે પોતાના ઘરમાં રમકડાં રમતા રમતા હસનેન રમકડાનો બટન સેલ કાઢી અને ગળી ગયો હતો. માતા અને પાડોશમાં રહેતા એક ભાઈને જાણ થતાં તેમણે સેલ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળતા ન મળતાં નજીકના દવાખાને લઇ ગયા હતા. ડોક્ટરે તપાસ કરી હતી પરંતુ સેલ ગળામાં ફસાયો હોવાથી આ તબીબે જોખમ લેવાનું ટાળ્યું હતું અને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી.

ચેતજો@સુરત: બાળક બટન ગળી જતાં પરિવાર ચોંક્યો, તાત્કાલિક સફળ સર્જરી કરાઇ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં બાળકને તાત્કાલિક ઈએનટી વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ઇએનટી વિભાગના સિનિયર ડોક્ટર ભાવિક પટેલ એક્સ-રે કરાવ્યો હતો. આ સેલ બાળકના ગળાની પાસે અન્નનળીના શરૂઆતના ભાગમાં ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ડોક્ટર ભાભી કે આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર આનંદ ચૌધરીને જાણ કરી અને તાત્કાલિક દૂરબીનની મદદથી ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ડોક્ટર આનંદ ડોક્ટર ભાવિક અને ડોક્ટર રાહુલ પટેલે એનેસ્ટેસિયા વિભાગને ઓપરેશનની જાણકારી આપી હતી. તેમજ 11 કલાકે બાળક્ને બેભાન કરી અને દૂરબીનની મદદથી ઓપરેશન કરી થોડા જ સમયમાં તેમને બહાર કાઢી લેવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ હતી.