છોટાઉદેપુરઃ કોરોના વાયરસને લઇ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અટલ સમાચાર, છોટાઉદેપુર નોવેલ કોરોના વાયરસથી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી તરીકે જાહેર કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિવારવાના આશયથી જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોના વાયરસનો દર્દી મળી આવેલ નથી.
 
છોટાઉદેપુરઃ કોરોના વાયરસને લઇ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અટલ સમાચાર, છોટાઉદેપુર

નોવેલ કોરોના વાયરસથી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી તરીકે જાહેર કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિવારવાના આશયથી જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોના વાયરસનો દર્દી મળી આવેલ નથી. તેમણે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવી શકાય એ માટે જિલ્લા સેવાસદનમાં આવેલ જનસેવા કેન્દ્ર, તથા તમામ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રો, આધાર કેન્દ્રોને આગામી તા. 31મી, માર્ચ સુધી બંધ જાહેર કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા સેવાસદનમાં આવેલી કલેક્ટર કચેરી તેમજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલી વિવિધ વિભાગની કાર્યરત તમામ સરકારી કચેરીઓમાં તા.31/3/2020 સુધી કોઇપણ મુલાકાતીઓને પ્રવેશ ન કરવા જણાવ્યું છે. કોઇ અનિવાર્ય તાકીદના સંજોગોને કારણે કોઇ કચેરી-શાખાના અધિકારીનો સંપર્ક કરવો હોય તો અગાઉથી જાણ કરીને સમય મેળવીને કચેરીમાં આવવાનું રહેશે. રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓના સ્ક્રિનીંગ કરવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે હોમ ક્વોરોન્ટાઇન, ફેસીલિટી ક્વોરોન્ટાઇન અને આઇસોલેશન વોર્ડની જરૂરિયાત અંગે વિગતે સમજ આપી હતી. આ ઉપરાંત લોકોને આ મહામારી અંગે વધુમાં જાણકારી મળે એ માટે ડોર ટુ ડોર પ્રચાર અને સર્વે આરોગ્ય વિભાગ કરવામાં આવશે. વધુમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે છોટાઉદેપુર જિલ્લાની જનતાને કોઇ પણ પ્રકારની અફવાઓથી દુર રહેવા તથા કોરોના સંક્રમણને ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે.