છોટાઉદેપુરઃ પાવી જેતપુરમાં પાંચમનો મેળો માણવા આદિવાસી જનસમૂહ ઉમટી પડ્યું

અટલ સમાચાર, છોટાઉદેપુર પાવી જેતપુરના ઈટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાતો હોય છે. આ મેળામાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા
 
છોટાઉદેપુરઃ પાવી જેતપુરમાં પાંચમનો મેળો માણવા આદિવાસી જનસમૂહ ઉમટી પડ્યું

અટલ સમાચાર, છોટાઉદેપુર

પાવી જેતપુરના ઈટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાતો હોય છે. આ મેળામાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા આ મેળામાં પાવી જેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આ મેળાનો આનંદ માણવા આદિવાસી જનમેદની ઉમટી પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છોટાઉદેપુરઃ પાવી જેતપુરમાં પાંચમનો મેળો માણવા આદિવાસી જનસમૂહ ઉમટી પડ્યું

પાવી જેતપુરથી બે કિલોમીટર જેટલા અંતરે આવેલ ઇંટવાડા મેદાનમાં પાંચમનો મેળો ભરાતો હોય છે. આ મેળામાં ચગડોળ, ચકેડી, સર્કસ, ડાન્સ તેમજ આ વર્ષે મોતના કુવાએ એક આગવું આકર્ષણ ઉભું કર્યું હતું. સાથે વેપારીઓ આગલી રાત્રેથી આવી પહોંચી પોતાની જગ્યાઓ લઈ લે છે. બપોરના સમયે કેટલાક ઘેરયા પુરુષોએ સ્ત્રીઓનો વેશ ધારણ કરી તીર કામઠા, રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચિચિયારીઓ પાડી હતી. સાંજના સમયે ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો.