છોટાઉદેપુરઃ દંતકથાઓને જીવંત રાખવા આદિવાસીઓએ મેળામાં કલા બતાવી

અટલ સમાચાર, છોટાઉદેપુ તેજગઢના સામા કાંઠે આવેલા રાયસીંગપુરામા પરંપરાગત આદિવાસીઓનો મેળો ભરાયો હતો હોળી બાદ છોટાઉદેપુરની પૂર્વ પટ્ટીમાં મેળાઓની શરૂઆત સાથે આદિવાસીઓ પોતાની પરંપરા અને દંતકથાઓને જીવંત રાખવા માટે મેળાઓ થકી પોતાના પૂર્વજોએ કરેલી શરૂઆતને આજના આદિવાસીઓ આનંદ મોજ કરતા જોવા મળે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આદિવાસી હોળીના તહેવાર દરમિયાન
 
છોટાઉદેપુરઃ દંતકથાઓને જીવંત રાખવા આદિવાસીઓએ મેળામાં કલા બતાવી

અટલ સમાચાર, છોટાઉદેપુ

તેજગઢના સામા કાંઠે આવેલા રાયસીંગપુરામા પરંપરાગત આદિવાસીઓનો મેળો ભરાયો હતો હોળી બાદ છોટાઉદેપુરની પૂર્વ પટ્ટીમાં મેળાઓની શરૂઆત સાથે આદિવાસીઓ પોતાની પરંપરા અને દંતકથાઓને જીવંત રાખવા માટે મેળાઓ થકી પોતાના પૂર્વજોએ કરેલી શરૂઆતને આજના આદિવાસીઓ આનંદ મોજ કરતા જોવા મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આદિવાસી હોળીના તહેવાર દરમિયાન આખું વર્ષ બહાર રહી તહેવાર મનાવવા પોતાના માદરે વતન તરફ દોટ મૂકે છે. અને અનોખા આનંદની મજા માણે છે રાયસીંગપુરા ખાતે વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવે છે. ગામનો પટેલ આરાધ્ય દેવની પૂજા અર્ચના કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે. મેળામાં આદિવાસી યુવા યુવતીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આદિવાસી પ્રેમીપંખીડાઓ પોતાના પ્રેમનો એકરાર મેળામાં કરતા જોવા મળે છે ત્યારબાદ પૂર્વ પટ્ટીમાં લગ્નસરાની મોસમ ખીલી ઊઠે છે. એકંદરે આદિવાસી વડવાઓએ કરેલી શરૂઆત મુજબ આવા મેળાઓ થકી પોતાના જીવનસાથીની પસંદગી કરવાનું માધ્યમ બને છે.

રાયસીંગપુરા મેળામાં કેટલાક લોકો પોતાની બાધા રાખી ધગધગતા અંગારા ઉપર ચાલી પોતાની બાધા પૂર્ણ કરે છે. ગગનભેદી નારાઓથી અંગારા ઉપર ચાલનારને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. મેળાની શરૂઆત થતાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા સાથે ચૂંલની ચારેતરફ કુંડાળા ભરી મોટા ઢોલ અને પીહોળા વગાડી નૃત્ય કરતા જોવા મળે છે જે નૃત્યમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં જોડાય છે. રાયસીંગપુરાના સરપંચ વિક્રમભાઇ રાઠવા જણાવ્યું હતું કે, રાયસીંગપુરામાં પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. અમારા આરાધ્ય દેવની પૂજા અર્ચના અને રીતરિવાજ મુજબ અમે મેળાની શરૂઆત કરીએ છે.