ચિમકી@મહેસાણા: હોમિયોપેથિક ઇન્ટર્સને પરિપત્ર મુજબ સ્ટાઇપેન્ડ આપો, નહિં તો આંદોલન: ABVP

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં ABVP દ્રારા હોમિયોપેથીક કોલેજમાં ઇન્ટર્શિપ કરતાં વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડ બાબતે આવેદન આપવામાં આવ્યુ છે. જેમાં સરકારનો પરિપત્ર છતાં નિર્ધારિત સ્ટાઇપેન્ડ કરતાં ઓછું અપાતું હોવાનુ જણાવાયુ છે. ABVPના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલને આ બાબતે આવેદન આપી રજૂઆત કરી હતી. આ સાથે આગામી ગુરૂવાર સુધી તેઓની માંગણી
 
ચિમકી@મહેસાણા: હોમિયોપેથિક ઇન્ટર્સને પરિપત્ર મુજબ સ્ટાઇપેન્ડ આપો, નહિં તો આંદોલન: ABVP

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં ABVP દ્રારા હોમિયોપેથીક કોલેજમાં ઇન્ટર્શિપ કરતાં વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડ બાબતે આવેદન આપવામાં આવ્યુ છે. જેમાં સરકારનો પરિપત્ર છતાં નિર્ધારિત સ્ટાઇપેન્ડ કરતાં ઓછું અપાતું હોવાનુ જણાવાયુ છે. ABVPના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલને આ બાબતે આવેદન આપી રજૂઆત કરી હતી. આ સાથે આગામી ગુરૂવાર સુધી તેઓની માંગણી નહીં સ્વિકારાયા તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચરાવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિમકી@મહેસાણા: હોમિયોપેથિક ઇન્ટર્સને પરિપત્ર મુજબ સ્ટાઇપેન્ડ આપો, નહિં તો આંદોલન: ABVP

મહેસાણાની એ.જે.સાવલા હોમિયોપેથીક કોલેજમાં ઇન્ટર્શિપ કરતાં વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડ બાબતે એબીવીપી મેદાનમાં આવ્યુ છે. ગત વર્ષોએ સરકારે હોમિયોપેથિક વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડ બાબતે પરિપત્ર કરી તેમના સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો હતો. જે મુજબ તા.14-09-2018ના રોજ નાયબ મુખ્યમંત્રીએ હોમિયોપેથિક વિદ્યાર્થીઓ સહિત અન્યોના સ્ટાઇપેન્ડમાં વધારો કરતો પરિપત્ર કર્યો હતો.

ચિમકી@મહેસાણા: હોમિયોપેથિક ઇન્ટર્સને પરિપત્ર મુજબ સ્ટાઇપેન્ડ આપો, નહિં તો આંદોલન: ABVP

જોકે એ.જે.સાવલા હોમિયોપેથીક કોલેજમાં ઇન્ટર્શિપ કરતાં વિદ્યાર્થીઓને સરકારે કરેલ પરિપત્ર અનુસાર સ્ટાઇપેન્ડ 9000ની જગ્યાએ 5203 મળતું હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ હવે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ મેદાને આવ્યુ છે.

ચિમકી@મહેસાણા: હોમિયોપેથિક ઇન્ટર્સને પરિપત્ર મુજબ સ્ટાઇપેન્ડ આપો, નહિં તો આંદોલન: ABVP

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શનિવારે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના બેનર તળે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઇ આવેદનપત્ર આપ્યુ હતુ. જ્યાં વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે એબીવીપી દ્રારા તા.28/01/2021 સુધી જો વિદ્યાર્થીઓની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારતાં વહીવટી આલમમાં દોડધામ મચી ગઇ છે.