ચોંક્યુ@વાવ: ધારાસભ્ય ગેનીબેનને થયો કોરોના, સાથી ટીમમાં ફફડાટની સ્થિતિ

અટલ સમાચાર.વાવ(દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ હોવાને લઇને સાથી ટીમમાં ફફડાટ પ્રસર્યો છે. કોંગ્રેસના લડાયક ધારાસભ્ય તરીકે ગેનીબેનની ગણના થાય છે. પક્ષની સાથે હંમેશા તેઓ ઉભા રહી વિરોધીઓને ઇટનો જવાબ પથ્થરથી આપતા રહ્યા છે. ગેનીબેનને બે દિવસથી શરદી, તાવની અસર હોવાથી તેમનો કોરોના રીપોર્ટ કરાવ્યો હતો અને
 
ચોંક્યુ@વાવ: ધારાસભ્ય ગેનીબેનને થયો કોરોના, સાથી ટીમમાં ફફડાટની સ્થિતિ

અટલ સમાચાર.વાવ(દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ હોવાને લઇને સાથી ટીમમાં ફફડાટ પ્રસર્યો છે. કોંગ્રેસના લડાયક ધારાસભ્ય તરીકે ગેનીબેનની ગણના થાય છે. પક્ષની સાથે હંમેશા તેઓ ઉભા રહી વિરોધીઓને ઇટનો જવાબ પથ્થરથી આપતા રહ્યા છે. ગેનીબેનને બે દિવસથી શરદી, તાવની અસર હોવાથી તેમનો કોરોના રીપોર્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હોવાનું અત્યંત નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ગેનીબેનને હાલ ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર લઇ અમદાવાદ હોસ્પિટલમાં જવા રવાના થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગેનીબેનને કોરોના પોઝીટીવ આવતાં તેમનાં પરિવારજનો, એકદમ નજીકના કાર્યકરો, મુલાકાતીઓ, અરજદારો સહિતના શંકાસ્પદ હાલતમાં આવ્યા છે. 2017માં વાવ બેઠક પર ભાજપના શંકર ચૌધરીને હરાવીને ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે. બે દિવસ પહેલા તાવ, શરદીની અસર જણાતા ધારાસભ્ય દ્વારા રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. જો કે તબિયત હાલ સ્થીર છે. ગેનીબેને જણાવ્યુ હતુ કે મને હજુ સુધી કોઇ રીપોર્ટ મળ્યો નથી. મારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો માધ્યમોનો અહેવાલ છે. ડોકટરો દ્વારા રિપોર્ટ અગાઉ ચેકઅપ માટે બોલાવાયા છે.

નોધનીય છે કે, આ અગાઉ કોંગ્રેસના પુર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર ભરતસિંહ સોલંકી પણ તાજેતરમાં કોરોનામાં સપડાયા છે. વડોદરાથી ભરતસિંહ સોલંકીને વધુ સારવાર માટે અમદાવાદ લવાયા છે. તેમની તબિયત હાલ સ્થીર છે. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી વેલ્ટીનેટર પર ખસેડાયા છે.