સીને-જગતઃ સોનું સૂદ જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભર બનાવવા ઈ-રિક્ષા આપશે

અટલ સમાચાર, ડેસ્ક સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓરિસ્સા
 
સીને-જગતઃ સોનું સૂદ જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભર બનાવવા ઈ-રિક્ષા આપશે

અટલ સમાચાર, ડેસ્ક

સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓરિસ્સા ફ્લાઈટમાં મોકલ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોનુ સૂદ મદદ માટે અવ-નવા રસ્તાઓ શોધી કાઢે છે. સોનુ સૂદ પોતાની સંપત્તિ ગીરવે મૂકીને લોકોની મદદ કરી રહ્યો છે. હવે સોનુએ જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે. સોનુએ આ અંગે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. સોનુ જરૂરિયાતમંદ લોકો નાના પાયે શરૂઆત કરી શકે તે માટે ઈ-રિક્ષા મફતમાં આપશે. આ પહેલને સોનુએ ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ નામ આપ્યું છે.

સોનુએ પોતાના પ્રયાસ અંગે કહ્યું હતું, ‘કાલની મોટી છલાંગ માટે આજનું નાનકડું પગલું. એક નાનકડો પ્રયાસ, જેથી લોકો સશક્ત બની કે અને નાનકડો વ્યવસાય શરૂ કરવા માટે મફત ઈ-રિક્ષા આપવાનો પ્રયાસ. ‘ખુદ કમાઓ, ઘર ચલાઓ’નો હેતુ ભારતને બનાવવાનો છે.’ ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ એ સમાચાર આવ્યા હતા કે સોનુએ 2 દુકાનો તથા છ ઘર ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી છે.

સોનુ સૂદનું નવું મિશન વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે. એક ઈન્ટરવ્યૂમાં સોનુએ કહ્યું હતું, ‘હું વૃદ્ધોની સર્જરી કરાવવા માગું છું, જેથી તેમને એવું ના લાગે કે તેઓ સમાજનો ઉપેક્ષિત હિસ્સો છે. 2021માં ઘૂંટણની સર્જરી મારી પ્રાથમિકતા રહેશે.’ સોનુ સૂદે મુંબઈમાં હેલ્થ વર્કર્સને PPE કિટ્સ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યા હતા. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીઓને વારાણસી મોકલ્યા હતા. સોનુ સૂદને યુનાઈટેડ નેશન ડેવલપ્મેન્ટ પ્રોગ્રામ (UNDP)એ સ્પેશિયલ અવોર્ડથી સન્માનિત પણ કર્યો છે.