સીને જગતઃ લિવરની બીમારીથી પ્રસિધ્ધ ગીતકાર અભિલાષનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક વર્ષ 1986માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘અંકુશ’ માટે ‘ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના’ જેવા ગીતના ગીતકાર અને લેખક અભિલાષ આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કેન્સરને પગલે આજે સવારે ચાર વાગ્યે તેમનું નિધન થયું છે. અભિલાષ ગત દિવસોમાં લિવરના કેન્સરથી પીડિત હતા. જે બાદમાં તેમના લિવર ટ્રાન્સપ્લાન્ટની
 
સીને જગતઃ લિવરની બીમારીથી પ્રસિધ્ધ ગીતકાર અભિલાષનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક

વર્ષ 1986માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘અંકુશ’ માટે ‘ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના’ જેવા ગીતના ગીતકાર અને લેખક અભિલાષ આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કેન્સરને પગલે આજે સવારે ચાર વાગ્યે તેમનું નિધન થયું છે. અભિલાષ ગત દિવસોમાં લિવરના કેન્સરથી પીડિત હતા. જે બાદમાં તેમના લિવર ટ્રાન્સપ્લાન્ટની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન હાલત બગડતા તેમનું મુંબઈ ખાતે નિધન થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અભિલાષે ‘લાલ ચૂડા’ (1974) ‘સાવક કો આનો દો’ (1979), ‘અંકુશ’ (1986) જેવી ફિલ્મના ગીત લખ્યાં છે. બે દિવસ પહેલા લેખક લિવરના કેન્સરથી પીડિત હોવાની માહિતી મળી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં અભિલાષના પેટના આંતરડાનું પણ ઓપરેશન થયું હતું. જે બાદમાં તેમના હરવા-ફરવામાં તકલીફ પડી રહી હતી. અભિલાષે મુંબઈના ગોરેગાંવ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

સીને જગતઃ લિવરની બીમારીથી પ્રસિધ્ધ ગીતકાર અભિલાષનું નિધન
જાહેરાત

પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ દ્વારા કલાશ્રી એવૉર્જ સન્માનિત અભિલાષ ‘ઇતની શક્તિ હમે દેના દાતા’ ગીત માટે આજે પણ એટલા જ પ્રસિદ્ધ છે. આજે પણ આ ગીત દેશની અનેક સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાય છે. ઉલ્લેખનીય છે કે આ ગીતનું દુનિયાની આઠ ભાષામાં અનુવાદ થયું છે. ‘ઇતની શક્તિ હમે દેના દાતા’ ઉપરાંત અભિલાષના ‘તુમ્હારી યાદ કે સાગર મેં’, ‘સંસાર હૈ એક નદીયા’ અને ‘સાંજ ભઈ ઘર આ આ’ ગીત લોકપ્રિય થયા છે.