સિને-જગતઃ વર્માએ તૈયારી કરી ફિલ્મ ‘કોરોના વાયરસ’, ટ્રેલર રિલીઝ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને લઇ સરકાર વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ પર ધ્યાન રાખવા માટે ભાર મૂકી રહી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે અક્ષય કુમારે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું. બીજી તરફ આ મહામારી પર ડાયરેક્ટર રામગોપાલ વર્માએ પણ એક ફિલ્મ તૈયાર કરી છે, જેનું નામ છે ‘કોરોના વાયરસ’. તેઓએ આ ફિલ્મનું
 
સિને-જગતઃ વર્માએ તૈયારી કરી ફિલ્મ ‘કોરોના વાયરસ’, ટ્રેલર રિલીઝ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઇ સરકાર વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ પર ધ્યાન રાખવા માટે ભાર મૂકી રહી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે અક્ષય કુમારે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું. બીજી તરફ આ મહામારી પર ડાયરેક્ટર રામગોપાલ વર્માએ પણ એક ફિલ્મ તૈયાર કરી છે, જેનું નામ છે ‘કોરોના વાયરસ’. તેઓએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહામારીના આ સમયમાં ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સ પોતાની ક્રિએટિવિટીનું પ્રદર્શન સતત કરી રહ્યા છે. કોઈ સોશિયલ મીડિયા પર લોકોના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે તો કોઈ લોકોને Entertain કરવા માટે દરેક પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. ડાયરેક્ટર રામગોપાલ વર્મા કોરોના વાયરસ ફિલ્મની સાથે કોવિડ-19 પર પહેલી ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શૅર કરી છે. તેની સાથે તેઓએ લખ્યું કે, આ લો કોરોના વાયરસ ફિલ્મનું ટ્રેલર. આ સ્ટોરીના બેકગ્રોપમાં લૉકડાઉન છે અને આ ફિલ્મ પણ લૉકડાઉનમાં શૂટ કરવામાં આવી છે. હું સાબિત કરવા માંગું છું કે કોઈ આપનું કામ ન રોકી શકે, ન તો ભગવાન અને ન તો કોરોના. આ એક તેલુગુ ફિલ્મ છે.

ટ્રેલરમાં એક પરિવારની કહાની દર્શાવવામાં આવી છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ન્યૂઝથી લઈને સોશિયલ મીડીયા સુધી, દરેક સ્થળે કોરોનાનો ડર છે. ફિલ્મમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઘરમાં હાજર યુવતીને ઉધરસ આવે છે. ત્યારબાદથી પરિવાર વિચારમાં પડી જાય છે કે આ યુવતીને કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ કે નહીં. ડર અને અસમંજસની વચ્ચે ફિલ્મની વાર્તા આગળ વધે છે. ફિલ્મના ટ્રીટમેન્ટથી સ્પષ્ટ લાગે છે કે રામગોપાલ વર્માએ એક હોરર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં રામગોપાલ વર્માની ટ્રેડમાર્ક સ્ટાઇલ જોઈ શકાય છે. આ ફિલ્મમાં શ્રીકાંત લીડ રોલમાં છે અને આ ફિલ્મને સીએમ ક્રિએશન્સએ પ્રોડ્યૂસ કરી છે.