સિનેજગત@દેશ: KGF Chapter-2નું ટીઝર આવતીકાલે થશે રીલીઝ, પ્રેક્ષકોને ડરાવશે ‘અધિરા’

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આવતીકાલે KGF Chapter-2નું ટીઝ રીલીઝ થવા જઇ રહ્યું છે. સિનેજગતમાં અગાઉ KGF Chapter-1 રીલીઝ થયા બાદ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યુ હતુ. જોકે KGF Chapter-2માં વિલન તરીકે બોલિવૂડ અભિનેતા સંજયદત્ત જોવા મળશે. અગાઉ તેનું પોસ્ટર રીલીઝ થયા બાદ પ્રેક્ષકો તેના ટીઝરની રાહ જોઇ રહ્યા છે. સૂત્રોથી મળતી માહીતિ પ્રમાણે
 
સિનેજગત@દેશ: KGF Chapter-2નું ટીઝર આવતીકાલે થશે રીલીઝ, પ્રેક્ષકોને ડરાવશે ‘અધિરા’

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આવતીકાલે KGF Chapter-2નું ટીઝ રીલીઝ થવા જઇ રહ્યું છે. સિનેજગતમાં અગાઉ KGF Chapter-1 રીલીઝ થયા બાદ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યુ હતુ. જોકે KGF Chapter-2માં વિલન તરીકે બોલિવૂડ અભિનેતા સંજયદત્ત જોવા મળશે. અગાઉ તેનું પોસ્ટર રીલીઝ થયા બાદ પ્રેક્ષકો તેના ટીઝરની રાહ જોઇ રહ્યા છે. સૂત્રોથી મળતી માહીતિ પ્રમાણે આવતીકાલે સવારે 10.18 વાગ્યે તેનું ટીઝર રીલીઝ થવાનું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિનેજગતમાં KGF Chapter 2 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મમાંની એક છે. પ્રથમ ચેપ્ટર પછી ફેન્સમાં તેના બીજા ભાગને લઇ ભારે ઉત્સુકતા છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સાથે ફાઇટ કરતાં જોવા મળશે. આ સાથે રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્વિટ સાથે ડાયરેક્ટર પ્રશાંતે બે ફોટા શેર કર્યા છે. જે જૂના સમાચાર પેપરના કટિંગ જેવા દેખાય છે. તેનું ટાઇટલ કે.જી.એફ. છે. સમાચાર વચ્ચે બે ફોટા પણ છે. એક ફોટામાં મુખ્ય પાત્રના બાળપણ અને મોટા થયા પછીની તસવીર દર્શાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે અન્ય એક ટ્વિટમાં પ્રશાંતે લખ્યું છે કે, સામ્રાજ્યના દ્વાર ખોલવાની ગણતરી શરૂ થઈ ગઈ છે. મૂળ રીતે કન્નડ ભાષામાં બની રહેલી કેજીએફ ચેપ્ટર 2 મલયાલમ, તમિલ અને તેલુગુની સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ક્લાઇમેક્સ ડિસેમ્બરમાં શૂટ થયું હતું.

સિનેજગત@દેશ: KGF Chapter-2નું ટીઝર આવતીકાલે થશે રીલીઝ, પ્રેક્ષકોને ડરાવશે ‘અધિરા’

ક્લાઇમેક્સમાં નાયક રોકી ભાઈ (યશ) અને વિલન અધિરા (સંજય) વચ્ચે જબરજસ્ત એક્શન સાથે ફાઇટ અને સ્ટંટ દર્શાવવામાં આવ્યા છે. અગાઉ કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 1 2018 માં રીલિઝ થઈ હતી. જે 1960ના દાયકાના સેટ પર આ ફિલ્મ બની હતી. જેમાં કોલર ગોલ્ડ ફિલ્ડ્સને લઇ સક્રિય માફિયાની વાર્તા દર્શાવવામાં આવી હતી.