પરિપત્ર@શિક્ષણ: અભણ લોકો શોધવા શિક્ષકોને આદેશ, થશે વધુ એક દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પર વધુ એક કામગીરી જવાબદારી થોપી દેવાઈ છે. રાજયના સંયુક્ત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શિક્ષકો પર વધુ એક જવાબદાર સોંપાઇ છે. આ પરિપત્રમાં હવે શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરો શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલુ જ નહિ શોધાયેલા નિરક્ષરોની ઓનલાઈન એન્ટ્રી કરવાનું કામ પણ
 
પરિપત્ર@શિક્ષણ: અભણ લોકો શોધવા શિક્ષકોને આદેશ, થશે વધુ એક દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પર વધુ એક કામગીરી જવાબદારી થોપી દેવાઈ છે. રાજયના સંયુક્ત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શિક્ષકો પર વધુ એક જવાબદાર સોંપાઇ છે. આ પરિપત્રમાં હવે શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરો શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલુ જ નહિ શોધાયેલા નિરક્ષરોની ઓનલાઈન એન્ટ્રી કરવાનું કામ પણ સોંપાયું છે. જેથી શિક્ષકો હવે બાળકોને ભણાવવાના બદલે હવે અભણ લોકોને શોધવા ઘરે ઘરે ફરશે અને ઘરના સભ્યોની માહિતી અને તે પૈકી નિરક્ષર કેટલા છે તેની માહિતી એકત્રિત કરવાની કામગીરી સોંપાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરિપત્ર@શિક્ષણ: અભણ લોકો શોધવા શિક્ષકોને આદેશ, થશે વધુ એક દોડધામ
File Photo

શિક્ષણ વિભાગ દ્રારા તાજેતરમાં શિક્ષકોને તીડ ભગાડવાની જવાબદારી પણ સોંપાઈ હતી. થોડા સમય પહેલા જ શિક્ષણ નિયામકનો પરિપત્ર આવ્યો હતો કે રાજ્યમાં જે પણ લગ્ન સમારંભો, પાર્ટીઓ કે મેળાવડા થાય છે. ત્યાં ભોજન સમારંભમાં અન્નનો બગાડ થતો હોય છે. તે અન્નનો બગાડ અટકાવવા માટે લોકોની જાગૃતિના કાર્યક્રમો કરવાની જવાબદારી સોંપાઈ હતી. તે પહેલા રાજ્યના સરહદી જિલ્લાઓમાં તીડનો આતંક ફેલાયો હતો. તો તે તીડ ભગાડવાની જવાબદારી શિક્ષકને સોંપાવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હવે નિરક્ષરોને શોધવાની જવાબદારી સોંપી દેવાઈ છે.

પરિપત્ર@શિક્ષણ: અભણ લોકો શોધવા શિક્ષકોને આદેશ, થશે વધુ એક દોડધામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એક તરફ પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ કહેવાય છે. કોઈ પણ બાળકને પાયાનું શિક્ષણ નબળુ મળે તો તેનું ભાવિ અંધકાર મય બની જાય છે. તેવામાં શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષકોને જ એક પછી એક કામની જવાબદારી સોંપાવામાં આવી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણ સિવાયની કામગીરીમાં વ્યસ્ત રહેતા શિક્ષકો પોતાના શિક્ષણ કાર્યમાં ધ્યાન આપી શકતા નથી.સરકાર દ્વારા શિક્ષકોને એટલા બધા કામો સોંપવામાં આવતા હોય છે કે શિક્ષક ખુદ ભૂલી જાય છે કે તેનું અસલ કાર્ય શું હોય છે.