રથયાત્રા@અમદાવાદઃ મંદિર પરિસર બહાર ભક્તોનો જમાવડો, જગન્નાથજીને કરી આ પ્રાર્થના

અટલ સમાચાર. અમદાવાદ અમદાવાદમાં જગન્નાથજીની અષાઢી બીજે પરંપરાગત રથયાત્રા નીકળે છે. જો કે આ વખતે નીકળનારી 143મી રથયાત્રા કોરોના મહામારીને કારણે મોકુફ રાખવામાં આવી છે. ભગવાન જગન્નાથજી આજે ભક્તોને મળવા માટે માર્ગ પર નહી આવી શકે. અમદાવાદમાં મંદિર પરિસરમાં રથનું પરિભ્રમણ કરાવી ભગવાન મહામારીથી લોકોને બચાવે તેવી પ્રાર્થના કરાઇ હતી. ભગવાનને રથમાં બિરાજમાન કરાયા ત્યારે જય
 
રથયાત્રા@અમદાવાદઃ મંદિર પરિસર બહાર ભક્તોનો જમાવડો, જગન્નાથજીને કરી આ પ્રાર્થના

અટલ સમાચાર. અમદાવાદ

અમદાવાદમાં જગન્નાથજીની અષાઢી બીજે પરંપરાગત રથયાત્રા નીકળે છે. જો કે આ વખતે નીકળનારી 143મી રથયાત્રા કોરોના મહામારીને કારણે મોકુફ રાખવામાં આવી છે. ભગવાન જગન્નાથજી આજે ભક્તોને મળવા માટે માર્ગ પર નહી આવી શકે. અમદાવાદમાં મંદિર પરિસરમાં રથનું પરિભ્રમણ કરાવી ભગવાન મહામારીથી લોકોને બચાવે તેવી પ્રાર્થના કરાઇ હતી. ભગવાનને રથમાં બિરાજમાન કરાયા ત્યારે જય રણછોડમાખણ ચોરના નાદથી પરિસર ગુંજી ઉઠ્યુ હતું. ગજરાજને મંદિર પરિષરમાં લવાયા હતા. મંદિર બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી હતી.સામાજિક અંતર સાથે માસ્ક પહેરી ભક્તો જોવા મળતા હતા. નોધનીય છે કે, હાઇકોર્ટ દ્વારા મંદિર બહાર રથ કાઢવા પરવાનગી આપવામાં આવી ન હતી.

રથયાત્રા@અમદાવાદઃ મંદિર પરિસર બહાર ભક્તોનો જમાવડો, જગન્નાથજીને કરી આ પ્રાર્થના રથયાત્રા@અમદાવાદઃ મંદિર પરિસર બહાર ભક્તોનો જમાવડો, જગન્નાથજીને કરી આ પ્રાર્થના

 

 

 

 

કોરોનાના કહેરને લઇ અમદાવાદની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળી નથી. માત્ર મંદિર પરિસરમાં જ રથ રાખવામાં આવ્યા છે. અને તેમા ભગવાન જગન્નાથજી, બલરામ અને શુભદ્રાજીને રથમા બિરાજમાન કરી મંદિર પરિસરમાં જ પરિભ્રમણ કરાવવામાં આવ્યુ હતું. મોડી રાતથી જ અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જો કે રથયાત્રાને મંદિર પરિસર બહાર નહી લાવવા હાઇકોર્ટે કહ્યુ છે. તેમ છતાં સવારથીજ મંદિર પરિસરની બહાર ભક્તો મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે ભક્તોએ માસ્ક પહેરી અને સામાજિક દૂરી બનાવી રાખી હતી. અહી આવેલા ભક્તો રથયાત્રા મોકુફ રહેતા ભાવુક બન્યા હતા. તેમજ ભગવાન જગન્નાથજીને કોરોના મહામારીથી દેશના નાગરિકોનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી.