દાવો@બનાસકાંઠા: મોટું શૌચાલય કૌભાંડ આવે, તાલુકા દીઠ રેન્ડમ તપાસ થાય તો

અટલ સમાચાર, ગીરીશ જોશી, મહેસાણા બનાસકાંઠા જીલ્લામાં અત્યારસુધી થયેલા શૌચાલય જમીન ઉપર ઓનલાઇન ડેટા મુજબ બન્યા હોવા સામે શંકા વધી છે. પાલનપુર, ડીસા અને સુઇગામ તાલુકામાં કાગળ ઉપર શૌચાલય બનાવી ચુકવણું થઇ ગયુ હતુ. જેનાથી જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ શૌચાલયના નામે સરકારી નાણાંની ઉચાપત થઇ હોવાના સવાલો ઉભા થયા છે. દાવો છે કે, તાલુકા દીઠ
 
દાવો@બનાસકાંઠા: મોટું શૌચાલય કૌભાંડ આવે, તાલુકા દીઠ રેન્ડમ તપાસ થાય તો

અટલ સમાચાર, ગીરીશ જોશી, મહેસાણા

બનાસકાંઠા જીલ્લામાં અત્યારસુધી થયેલા શૌચાલય જમીન ઉપર ઓનલાઇન ડેટા મુજબ બન્યા હોવા સામે શંકા વધી છે. પાલનપુર, ડીસા અને સુઇગામ તાલુકામાં કાગળ ઉપર શૌચાલય બનાવી ચુકવણું થઇ ગયુ હતુ. જેનાથી જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ શૌચાલયના નામે સરકારી નાણાંની ઉચાપત થઇ હોવાના સવાલો ઉભા થયા છે. દાવો છે કે, તાલુકા દીઠ રેન્ડમલી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

ઉત્તર ગુજરાતમાં શૌચાલયના નામે રોકડી થતી હોવાની આશંકા તબક્કાવાર બનેલી ઘટનાને અંતે ઉભી થઇ છે. બનાસકાંઠા જીલ્લામાં સરેરાશ 150 શૌચાલયો કાગળ ઉપર બનાવી 17 લાખથી વધુની નાણાંકીય ઉચાપત સાબિત થઇ ચુકી છે. હજુ પણ જીલ્લાના અનેક સ્થળોએ ચાલી રહેલી તપાસ સરકારી નાણાંની ઉચાપતનો આંકડો વધારી શકે છે.

નામ ન આપવાની શરતે એક કર્મચારીએ દાવો કર્યો છે કે, દરેક તાલુકામાં ગણતરીના શૌચાલયો અન્ય તાલુકાના ટીડીઓ ઘ્વારા તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. બનાસકાંઠા જીલ્લામાં સરેરાશ 500 થી વધુ શૌચાલય કાગળ ઉપર બનાવી સંબંધિતોએ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની આશંકા વધી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રણ તાલુકાના કૌભાંડ બાદ અન્ય તાલુકાના આઇઆરડી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર તમામ વિગતોથી વાકેફ નથી ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કલસ્ટર કો-ઓર્ડીનેટર અને બ્લોક કો-ઓર્ડીનેટર કયાં તાલુકામાં કેવી રીતે શૌચાલયની કામગીરી પાર પાડી રહયા છે તે અંગે ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર જાણકાર હોઇ શકે. ટાર્ગેટ પુર્ણ કરવા અને ઝડપથી ઓડીએફ જાહેર કરવા શૌચાલયની યોજનાની નિયત પ્રક્રીયા સામે ચેડાંની સંભાવના સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

બેઝ લાઇન સિવાયનાને શૌચાલયની સહાય અપાઇ

બનાસકાંઠા જીલ્લામાં કેટલાક તાલુકાઓમાં બેઝ લાઇન સર્વે સિવાયનાને શૌચાલયની સહાય ચુકવી દેવાઇ છે. જેનાથી BLS યાદીના લાભાર્થીઓ સામે આંખ મીચાંમણા કરી મળતિયાઓને સહાય આપી હોવાની શંકા બની છે. યોજનાની ગાઇડલાઇન મુજબ શૌચાલયની સહાય સૌપ્રથમ BLSના લાભાર્થીઓ માટે હોવાનું બતાવે છે.