દાવો@લાખણી: પ્રમુખ-ઉપપ્રમુખના મેન્ડેટનું કહ્યું છતાં 2 સભ્યોએ વ્હીપ તોડ્યો: કોંગ્રેસ

અટલ સમાચાર, મહેસાણા લાખણી તાલુકા પંચાયતમાં બીજી ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ મોટી વાત સામે આવી છે. ભાજપ-કોંગ્રેસને સરખાં સભ્યો હોઇ પ્રમુખ અને ઉપપ્રમુખનો હોદ્દો મેળવવા સોગઠાંબાજી કરવી બંને માટે જરૂરી હતી. આથી સૌપ્રથમ પોતપોતાના સભ્યોને સાચવી વિરોધી પાર્ટીના નારાજ ડેલીગેટને ખેંચવા મથામણની પ્રબળ સંભાવના હતી. જેને ધ્યાને લઇ કોંગ્રેસે નારાજ સભ્યોને સીધો જ પ્રમુખ
 
દાવો@લાખણી: પ્રમુખ-ઉપપ્રમુખના મેન્ડેટનું કહ્યું છતાં 2 સભ્યોએ વ્હીપ તોડ્યો: કોંગ્રેસ

અટલ સમાચાર, મહેસાણા

લાખણી તાલુકા પંચાયતમાં બીજી ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ મોટી વાત સામે આવી છે. ભાજપ-કોંગ્રેસને સરખાં સભ્યો હોઇ પ્રમુખ અને ઉપપ્રમુખનો હોદ્દો મેળવવા સોગઠાંબાજી કરવી બંને માટે જરૂરી હતી. આથી સૌપ્રથમ પોતપોતાના સભ્યોને સાચવી વિરોધી પાર્ટીના નારાજ ડેલીગેટને ખેંચવા મથામણની પ્રબળ સંભાવના હતી. જેને ધ્યાને લઇ કોંગ્રેસે નારાજ સભ્યોને સીધો જ પ્રમુખ અને ઉપપ્રમુખનો મેન્ડેડ આપવા તૈયારી બતાવી દીધી હતી. આમ છતાં બંને સભ્યો ગેરહાજર રહી વ્હીપ તોડ્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં ચૂંટણી યોજાઇ ગઇ. જેમાં ભાજપ અને કોંગ્રેસ પાસે 11-11 સભ્યો હોઇ સત્તા કબજે કરવા ગયેલી રાજકીય દોડધામમાં કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી લાખણી તાલુકા પંચાયતમાં ભાજપને સરળતાથી જીત મળી હતી. હવે કોંગ્રેસના ગેરહાજર 2 સભ્યોએ વ્હીપ તોડ્યો હોવાની બાબતે સૌથી મોટો દાવો સામે આવ્યો છે. કોંગ્રેસના મહેશ દવેએ જણાવ્યુ હતુ કે, ચૂંટણીના દિવસે ગેરહાજર રહેનાર હંસાબેન હજુરજી ઠાકોર અને ઉકાજી રાજપૂતને ઘરે બેઠકો થઇ હતી. જેમાં બંને સભ્યોને પ્રમુખ-ઉપપ્રમુખનો મેન્ડેડ આપવા પાર્ટીએ તૈયારી બતાવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસના બંને સભ્યો ચૂંટણી દરમ્યાન ગેરહાજર રહેતાં ભાજપને જીતવા મોકળું મેદાન મળ્યું હતુ. આ પરિસ્થિતિ થવાની સંભાવના પારખી કોંગ્રેસના સ્થાનિકો આગેવાનો સહિત ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતનાએ ગેરહાજર ડેલીગેટ ઉકાજી રાજપૂતના ઘરે રૂબરૂ મળી સમજાવટ કરી હતી. જોકે લોકમુખે થતી ચર્ચા મુજબ બંને સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખના મેન્ડેડ બાદ ચૂંટણી જીતવા મથામણ કરવાને બદલે ભાજપ માટે તૈયારી બતાવી હતી. જેમાં મોટી રકમની લેતી-દેતી થઇ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.