આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઇ કામદારો આજે નિયમિત પગાર ન ચૂકવાતો હોવાની રાવ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલની સફાઈ કામગીરી કથળી ગઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. તેમાં દર્દીઓને સારવાર આપી રહેલા સ્ટાફ ઘણીવાર મનમાની કરતો હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા સફાઇ કામદારો સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને પગલે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે.

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઇ કર્મીઓ શુક્રવારે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને તેઓએ નિયમિત પગાર ન ચૂકવાતા હોવાથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવુ પડયું છે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ પાલનપુર સિવિલમા સફાઇ કામદારો સફાઇનો પગાર નિયમિત ન ચૂકવાતો હોવાની રાવ સાથે હડતાળ પર ઉતરી જતાં હોસ્પિટલની સફાઈ કામગીરી પણ કથળી ગઈ હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code