વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં હજી 35 ટકા વરસાદની ઘટ, આજે ઉ.ગુ.માં વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં ચોમાસાની ફરી એકવાર એન્ટ્રીથી ખેડૂતોના ચહેર પર ખુશી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારો હજુ વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. હજુ ગુજરાત રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે જે આગામી દિવસોમાં વરસાદ પડશે તો
 
વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં હજી 35 ટકા વરસાદની ઘટ, આજે ઉ.ગુ.માં વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસાની ફરી એકવાર એન્ટ્રીથી ખેડૂતોના ચહેર પર ખુશી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારો હજુ વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. હજુ ગુજરાત રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે જે આગામી દિવસોમાં વરસાદ પડશે તો પૂરી કરી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હજુ બીજા ચાર દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી ચાર દિવસ સુધી ગુજરાતભરમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ વિસ્તારના જિલ્લાઓમાં પણ વરસાદ થશે તેવી સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાના કારણે હજુ વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદની બચેલી ઘટ પૂરી થાય તો પીવાથી લઈ ખેતીમાં પાણીની તંગીની સમસ્યા પણ આપોઆપ દૂર થઈ જે તેવી આશા છે.