વાતાવરણ@સિદ્ધપુર: આકરી ગરમી વચ્ચે વરસાદી ઝાપટું, નજીવી રાહત

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) સિદ્ધપુરમાં આકરી ગરમી વચ્ચે અને ઉકળાટ વચ્ચે ગતરાત્રે અચાનક મેઘરાજા શહેરીજનો ઉપર મહેરબાન બની વરસી પડ્યા હતા. મોડી સાંજ સુધી આકાશ ચોખ્યુ હતુ. ત્યા રાત્રીનાં સમયે વાદળછાયુ વાતાવરણ થઇ ગયુ હતુ. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગેરાઈ ગયુ હતુ. પવનનાં સૂસવાટા અને ગાજવિજ સાથે મેઘરાજાની સવારીની સાથોસાથ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા
 
વાતાવરણ@સિદ્ધપુર: આકરી ગરમી વચ્ચે વરસાદી ઝાપટું, નજીવી રાહત

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

સિદ્ધપુરમાં આકરી ગરમી વચ્ચે અને ઉકળાટ વચ્ચે ગતરાત્રે અચાનક મેઘરાજા શહેરીજનો ઉપર મહેરબાન બની વરસી પડ્યા હતા. મોડી સાંજ સુધી આકાશ ચોખ્યુ હતુ. ત્યા રાત્રીનાં સમયે વાદળછાયુ વાતાવરણ થઇ ગયુ હતુ. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગેરાઈ ગયુ હતુ. પવનનાં સૂસવાટા અને ગાજવિજ સાથે મેઘરાજાની સવારીની સાથોસાથ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી રાહત મળતા લોકો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. વરસાદી પાણી ધરતી પર પડતા એક અલગ જ સુવાસની લહેર પ્રસરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં ગત મોડીરાત્રે મેઘરાજાની એન્ટ્રીથી શહેરીજનોને ઉકળાટથી રાહત મળી હતી. વરસાદ પડતાની સાથે જ વિજળી વેરણ બનતા લોકોમાં વિજતંત્ર સામે રોષ પ્રવર્તિ રહ્યો હતો. પરંતુ ગરમીમાંથી રાહત મળતા તેઓ આ વરસાદથી ખુશ જણાતાં હતા.હવામાન વિભાગે આગામી 7મી થી વરસાદ ફરી સક્રિય થશે તેવી આગાહી વચ્ચે સિદ્ધપુરમાં આજે 1 ઈંચથી વધુ એટલે કે 28 મીમી જેટલો નોંધપાત્ર કહી શકાય તેટલો પડ્યો નથી. સિદ્ધપુરમાં અત્યાર સુધી સિઝનનો 54 મીમી વરસાદ નોંધાવા પામ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 81 મીમી વરસાદ નોંધાયો છે. જે કુલ અપેક્ષિત 584 મીમી નાં 13.95 ટકા જેટલો છે.