બંધ@બનાસકાંઠા: કોરોના પ્રભાવિત દૂધ મંડળીને તાળું, પશુપાલકો મુંઝવણમાં

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો આતંક હોઇ ફફડાટ વચ્ચે સ્થિતિ બદલાઇ જાય છે. કોરોના પ્રભાવિત ગામોમાં તંત્રની જોગવાઈ લાગુ પડતી હોઇ દૂધ મંડળીને અસર થઈ છે. જિલ્લાના 9 તાલુકાની સરેરાશ 40થી વધુ મંડળીને તાળું મારવાની નોબત બની છે. જેનાથી હજારો પશુપાલકો ભારે મુંઝવણ વચ્ચે દૂધ વેચાણનો રસ્તો કાઢવા દોડધામ કરી રહ્યા છે. જોકે
 
બંધ@બનાસકાંઠા: કોરોના પ્રભાવિત દૂધ મંડળીને તાળું, પશુપાલકો મુંઝવણમાં

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો આતંક હોઇ ફફડાટ વચ્ચે સ્થિતિ બદલાઇ જાય છે. કોરોના પ્રભાવિત ગામોમાં તંત્રની જોગવાઈ લાગુ પડતી હોઇ દૂધ મંડળીને અસર થઈ છે. જિલ્લાના 9 તાલુકાની સરેરાશ 40થી વધુ મંડળીને તાળું મારવાની નોબત બની છે. જેનાથી હજારો પશુપાલકો ભારે મુંઝવણ વચ્ચે દૂધ વેચાણનો રસ્તો કાઢવા દોડધામ કરી રહ્યા છે. જોકે આવું છતાં સંઘને દૂધ અગાઉ કરતાં વધુ મળી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, કાંકરેજ, વાવ, વડગામ, થરાદ, દિયોદર, ધાનેરા અને દાંતીવાડા તાલુકા કોરોના અસરગ્રસ્ત બન્યા છે. સરેરાશ 20થી વધુ ગામોમાં કોરોના વાયરસને લઈ કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ આવતાં 40થી વધુ દૂધ મંડળીને અસર થઈ છે. દૂધ સંઘે જિલ્લા તંત્રની ગાઇડલાઈન અંતર્ગત દૂધ મેળવવાનું સ્થગિત કર્યું છે. આથી હજારો પશુપાલકોને દૂધ વેચાણ માટે વૈકલ્પિક વ્યવસ્થાનું મંથન કરવું પડ્યું છે. જોકે આવી સ્થિતિ છતાં બનાસ સંઘને દૂધની આવક ખૂબ વધી છે. ખાનગી ખરીદ વેચાણ ઠપ્પ થતાં સંઘને દૂધની આવક હોઇ મિલ્ક પાવડર મોટી સંખ્યામાં બનાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જે ગામોમાં કોરોના કેસ આવ્યા તે ગામ અને કન્ટેઈનમેન્ટ વિસ્તારના ગામોની મંડળી અસરગ્રસ્ત બની છે. સરેરાશ 40થી વધુ કેન્દ્ર દ્વારા દૂધનું ખરીદ વેચાણ ઠપ્પ થયું છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં દૂધની આપૂર્તિ યથાવત હોઇ રાહત બની છે. જોકે દૂધના ભાવને લઈ કોઈ ફેરફાર સામે આવ્યા નથી.