કાંકરેજઃ કુવારવા ગામના હવાડા ખાલીખમ, પશુધન તરસ્યુ, તંત્ર બેધ્યાન

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા ગામમાં હવાડામાં પાણી ન હોવાથી પશુધન પાણી વિના તરસ્યું બન્યું છે. કાળઝાળ ગરમીમાં ખાલીખમ જોવા મળતા હવાડાથી પ્યાસ છીપાવવા આવતા પશુ-પંખીઓની હાલત દયનીય બની જવા પામી છે. ગામલોકોની માંગ છે કે, સૂઈ રહેલુ તંત્ર આ તરફ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. કાંકરેજ તાલુકાના કુવારવા
 
કાંકરેજઃ કુવારવા ગામના હવાડા ખાલીખમ, પશુધન તરસ્યુ,  તંત્ર બેધ્યાન

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા ગામમાં હવાડામાં પાણી ન હોવાથી પશુધન પાણી વિના તરસ્યું બન્યું છે. કાળઝાળ ગરમીમાં ખાલીખમ જોવા મળતા હવાડાથી પ્યાસ છીપાવવા આવતા પશુ-પંખીઓની હાલત દયનીય બની જવા પામી છે. ગામલોકોની માંગ છે કે, સૂઈ રહેલુ તંત્ર આ તરફ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

કાંકરેજઃ કુવારવા ગામના હવાડા ખાલીખમ, પશુધન તરસ્યુ,  તંત્ર બેધ્યાન

કાંકરેજ તાલુકાના કુવારવા ગામે કાળઝાળ ગરમીમાં હવાડામાં પાણીનું ટીપુંય જોવા મળી રહ્યું નથી. આને લઈ પશુઓ માટે પીવાના પાણીના સ્ત્રોત ગણાતા હવાડા સાવ સૂકાભટ્ટ ભાસી રહ્યા છે. 45 ડીગ્રીએ સેકાઈ રહેલ બનાસકાંઠા જિલ્લામાં પાણી વિના ટળવળતી પ્રજા સહિત અબોલ પશુઓની હાલત તંત્રને દેખાતી ન હોવાનો રોષ ઉદભવ્યો છે. જેથી ગામલોકોનું કહેવું છે કે, ઝડપમાં ઝડપી આ બાબતે તંત્ર ધ્યાન આપી પાણીની વ્યવસ્થા કરી આપે.