કોલ્ડવેવ@ઉ.ગુ: તાપમાન 8 ડિગ્રી કરતા નીચે નોંધાયું, હજી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે હાલ ગુજરાતમાં ઠંડીને લઇને ચમકારો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભયંકર ઠંડી જોવા મળતાં તાપમાન 8 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે 4 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડે
 
કોલ્ડવેવ@ઉ.ગુ: તાપમાન 8 ડિગ્રી કરતા નીચે નોંધાયું, હજી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે હાલ ગુજરાતમાં ઠંડીને લઇને ચમકારો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભયંકર ઠંડી જોવા મળતાં તાપમાન 8 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે 4 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડે તેવી સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતનું તાપમાન 8 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે અનેક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન નીચે નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે 4 ડિગ્રી નોંધાયું છે.

કોલ્ડવેવ@ઉ.ગુ: તાપમાન 8 ડિગ્રી કરતા નીચે નોંધાયું, હજી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડશે
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં આગામી 48 કલાક રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષના પગલે રાજ્યમાં આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આમ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી?

  1. નલિયામાં 4 ડિગ્રી
  2. ડીસામાં 8 ડિગ્રી,
  3. ઈડરમાં 9 ડિગ્રી
  4. પાટણમાં 8 ડિગ્રી
  5. રાજકોટમાં 8 ડિગ્રી
  6. અમદાવાદમાં 9 ડિગ્રી
  7. ગાંધીનગરમાં 11 ડિગ્રી
  8. જૂનાગઢમાં 11 ડિગ્રી
  9. ભુજમાં 11 ડિગ્રી
  10. અમરેલીમાં 12 ડિગ્રી
  11. વડોદરામાં 14 ડિગ્રી