સરાહનિય@મહેસાણા: 4 સંતાનોની માતા પતિથી કંટાળી, અભયમની મદદથી લગ્નજીવન ફરી સંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરની 40 વર્ષની મહિલા 4 સંતાનો હોવા છતાં નાની મોટી વાતે વહેમાતા પતિથી કંટાળી હતી. તાજેતરમાં ઘરની બહાર બેસવા બાબતે પતિએ બોલાચાલી કરી મહિલાને ઘરમાં રહેવું હોય તો પોતાના નિયમ મુજબ રહેવું પડશે તેવું સ્પષ્ટ કહેતાં મહિલાની હાલત કફોડી બની હતી. મહિલાએ 181 અભયમની મદદથી એક મહિના અગાઉ સાસરી
 
સરાહનિય@મહેસાણા: 4 સંતાનોની માતા પતિથી કંટાળી, અભયમની મદદથી લગ્નજીવન ફરી સંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરની 40 વર્ષની મહિલા 4 સંતાનો હોવા છતાં નાની મોટી વાતે વહેમાતા પતિથી કંટાળી હતી. તાજેતરમાં ઘરની બહાર બેસવા બાબતે પતિએ બોલાચાલી કરી મહિલાને ઘરમાં રહેવું હોય તો પોતાના નિયમ મુજબ રહેવું પડશે તેવું સ્પષ્ટ કહેતાં મહિલાની હાલત કફોડી બની હતી. મહિલાએ 181 અભયમની મદદથી એક મહિના અગાઉ સાસરી છોડીને મહિલા પિયરમાં રહેવા ગઇ હતી. તે સમયે પતિ તેણીને સમાધાન કરી પોતાની સાથે લઇ ગયો હતો. પરંતુ પુન: તેમના વચ્ચે ઝઘડો થતાં પિયર જતી રહેલી મહિલાએ મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત નારી સહાયતા કેન્દ્રમાં પતિથી છુટાછેડા મેળવવા અરજી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરમાં અભયમની ટીમના પ્રયત્નોથી પરીણિતા અને તેના પતિ વચ્ચે સમાધાન કરાવી ફરી એકવાર લગ્નજીવન સંધાયુ છે. અગાઉ મહિલાનો પતિ તું તૈયાર થઇને કેમ ફરે છે. તું મકાનની બહાર ઓટલા પર કેમ બેઠી હતી તેવું કહી વહેમાતો હતો. જોકે વહેમીલા પતિ દ્વારા રોજબરોજ પૂછાતા સવાલોથી કંટાળી મહિલાએ મહેસાણા નારી સહાયતા કેન્દ્રમાં છુટાછેડા અપાવવા અરજી કરી હતી. બે મહિલા કાઉન્સિલરોએ સતત ત્રણ વખત દંપતીને બોલાવી કરેલી સમજાવટને અંતે મહિલાએ વહેમ નહીં કરવાની શરતે 4 સંતાનો સામે જોઇને સમાધાન કરી એક મહિના બાદ સાસરીમાં પરત આવવા નિર્ણય લીધો હતો. આમ, દંપતીનું 17 વર્ષનું લગ્નજીવન ફરી સંધાયું હતું.

સરાહનિય@મહેસાણા: 4 સંતાનોની માતા પતિથી કંટાળી, અભયમની મદદથી લગ્નજીવન ફરી સંધાયું
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલા 181ના કાઉન્સિલર યામિની રાઠોડ અને નિલમ પટેલે દંપતીને ત્રણ વખત ભેગા કરી કરેલા કાઉન્સેલિંગને પગલે મહિલાએ તેના 4 બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પતિ સાથે પરત જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પતિ વહેમ નહીં કરે તેવી શરત પણ મૂકી હતી. પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થતાં ચાર સંતાનોનું ભવિષ્ય ઉજળું થયું હતું. મહેસાણા 181 અભયમની ટીમ દ્વારા શહેરમાં કેટલાય લોકોનાં ઘર ભાંગતાં બચાવવામાં આ‌વ્યાં છે. બંને પક્ષે સમાધાન કરી સફળતા અપાવવામાં આવે છે.