સરાહનિય@મહેસાણા: કચેરીઓમાં પગથિયાં ચડી શકવા અસક્ષમ અરજદારો માટે ભોંયતળીયે બેઠક વ્યવસ્થા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના કહેર વચ્ચે મહેસાણાના નવનિયુક્ત કલેક્ટરનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જિલ્લામાં બહુમાળી મકાનોમાં જે અરજદારોને દાદર ચડવામાં મુશ્કેલી પડે છે, તેવા અરજદારો માટે સંવેદનશીલ અભિગમ દાખવેલ છે. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જિલ્લાની તમામ કચેરીઓને આદેશ કરેલ છે કે, સીડી ચડવામાં અસક્ષમ અરજદારો
 
સરાહનિય@મહેસાણા: કચેરીઓમાં પગથિયાં ચડી શકવા અસક્ષમ અરજદારો માટે ભોંયતળીયે બેઠક વ્યવસ્થા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના કહેર વચ્ચે મહેસાણાના નવનિયુક્ત કલેક્ટરનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જિલ્લામાં બહુમાળી મકાનોમાં જે અરજદારોને દાદર ચડવામાં મુશ્કેલી પડે છે, તેવા અરજદારો માટે સંવેદનશીલ અભિગમ દાખવેલ છે. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જિલ્લાની તમામ કચેરીઓને આદેશ કરેલ છે કે, સીડી ચડવામાં અસક્ષમ અરજદારો માટે ભોંયતળીયે ચોક્કસ સમયે બેઠક વ્યવસ્થાનું આયોજન કરવા જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં બહુમાળી બિલ્ડીંગોમાં કચેરીઓ ધરાવતા અરજદારોએ લીફ્ટની સગવડ ન હોવાના પગલે સીડી(દાદર) ચડ-ઉતર કરવી પડે છે. કચેરીઓમાં દિવ્યાંગ, અશક્ત અને વયોવૃધ્ધ અરજદારોને મુશ્કેલી પડે છે. જિલ્લા કલેક્ટરે માનવીય અભિગમ દાખવી આવા તમામ અરજદારો માટે ભોંયતળીયે ચોક્કસ સમયે માટે બેઠક વ્યવસ્થા ગોઠવવા અને આયોજનની અરજદારોને જાણ થાય તે માટે કચેરીઓમાં નોટીસ બોર્ડ લગાવવા માટે પરિપત્ર કરીને સુચિત કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે ચોક્કસ સમય દરમ્યાન અશક્ત અરજદારો માટેની ભોંયતળીયે બેઠક વ્યવસ્થા પુરી પાડવા કહ્યુ છે. આ સાથે આ સમયે કચેરીના વડાએ પણ ભોંયતળીયે બેસવા આદેશ કર્યો છે. કલેક્ટર ઉદિત અગ્રવાલના આ માનવતાવાદી અભિગમથી જિલ્લાના નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.