સરાહનિય@સાબરકાંઠા: રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્રારા રાશન કીટનું વિતરણ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, હિંમતનગર દ્વારા સાબરકાંઠા જીલ્લામાં જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાશન કિટમાં જીવન જરૂરિયાત વસ્તુઓ જેવી કે 5 કિલો લોટ, 1 લિટર તેલ, 1 કિલો દાળ, મીઠું અને ખાંડ વગેરે આપવામાં આવી હતી. કોરોનાને કારણે અસરગ્રસ્ત પરિવારની પરિસ્થિતી અનુરૂપ જરૂરિયાતમંદ લોકોની
 
સરાહનિય@સાબરકાંઠા: રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્રારા રાશન કીટનું વિતરણ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, હિંમતનગર દ્વારા સાબરકાંઠા જીલ્લામાં જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાશન કિટમાં જીવન જરૂરિયાત વસ્તુઓ જેવી કે 5 કિલો લોટ, 1 લિટર તેલ, 1 કિલો દાળ, મીઠું અને ખાંડ વગેરે આપવામાં આવી હતી. કોરોનાને કારણે અસરગ્રસ્ત પરિવારની પરિસ્થિતી અનુરૂપ જરૂરિયાતમંદ લોકોની યાદી બનાવી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિધવા બહેનો, એકલા રહેતા વૃદ્ધ વડીલો, દૈનિક વેતન મળતા મજૂર વર્ગ, જુદા-જુદા ધંધા સાથે સંકળાયેલ કારીગર વર્ગને વિતરણ કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરાહનિય@સાબરકાંઠા: રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્રારા રાશન કીટનું વિતરણ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સાબરકાંઠાની ટીમ દ્વારા અગાઉ જરૂરિયાતમંદ લોકોની યાદી ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં લોકો સાથે રહીને તૈયાર કરવામાં આવેલ. જેના આધારે સતત એક મહિના સુધી વિતરણની કામગીરી ચાલુ રાખતાં કુલ 2000 રાશન કીટ રિલાયન્સ ફાઉન્ડેશનના ઈમરજન્સી સપોર્ટ ‘’મિશન અન્ન સેવા’’ અંતર્ગત વિતરણ કરવામાં આવ્યું હોવાનું રીલાયન્સ ફાઉન્ડેશનના ભાવેશ પટેલે જણાવ્યું હતુ. આ પ્રસંગે તમામ લાભાર્થીઓએ રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સાબરકાંઠાની ટીમ દ્વારા આ મદદ બદલ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.