સરાહનિય@સુરત: બ્રેન ડેડ યુવાને આઠ વ્યક્તિઓને અંગદાન કરી આપ્યું નવજીવન

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતના એક બ્રેન ડેડ યુવાને આઠ આઠ વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે. આ અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇ ની હોસ્પિટલો સુધી પહોંચે તેને માટે ત્રણ જુદા જુદા ગ્રીન કોરિડોર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, સુરતમાંથી આ 29માં હૃદયનું દાન થયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
સરાહનિય@સુરત: બ્રેન ડેડ યુવાને આઠ વ્યક્તિઓને અંગદાન કરી આપ્યું નવજીવન

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતના એક બ્રેન ડેડ યુવાને આઠ આઠ વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે. આ અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇ ની હોસ્પિટલો સુધી પહોંચે તેને માટે ત્રણ જુદા જુદા ગ્રીન કોરિડોર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, સુરતમાંથી આ 29માં હૃદયનું દાન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વેલનજામાં રહેતો પિયુષ મંગુકિયા નામનો 32 વર્ષીય યુવાન બાઇક અકસ્માત માં બ્રેન ડેડ ડીકલેર થયો હતો, બીજી તરફ ડોનેટ લાઈફ નામના એનજીઓના સંચાલક નિલેશ મંડલેવાળાના પ્રયાસોથી બ્રેન ડેડ યુવક પિયુષના પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા, બ્રેન ડેડ પિયુષ નું હૃદય, ફેફસા, બન્ને કિડની, લીવર અને પેન્ક્રીયાસ તેમજ આંખોનું દાન કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ચાર્ટડ પ્લેન દ્વારા લઈ જવાયું હતું જે આણંદ ના 39 વર્ષીય યુવકમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે ફેફસા મુંબઇ ની એચ એન રિલાયન્સ હોસ્પિટલ માં ફેફસાનું 44 વર્ષીય આધેડને આપવામાં આવ્યું છે. જ્યારે કિડની અને પેન્ક્રીયાસ અમદાવાદની અન્ય હોસ્પિટલમાં પ્રત્યારોપન માટે મોકલ્યા હતા.

સૌથી મહત્વની વાત એ છે કે, અંગદાન સમયસર અન્ય શહેરમાં પહોંચે તેને માટે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી આયુષ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર પોલીસની મદદથી બનાવ્યા હતા જ્યારે કિડની, પેન્ક્રીયાસ રસ્તા માર્ગે સુરતથી અમદાવાદ 272 કિલોમીટર સુધીનો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો અને 180 મિનિટમાં હોસ્પિટલ સુધી અંગો પહોંચતા કરવામાં આવ્યા હતા.