સરાહનિય@સુરેન્દ્રનગર: પોલીસે નિયમો તોડતાં લોકોને દંડ આપવાને સ્થાને માસ્ક પહેરાવ્યાં

અટલ સમાચાર,ડેસ્ક દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગર પોલીસની સરાહનિય કામગીરી સામે આવી છે. પોલીસે માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતાં લોકોને દંડ ન ફટકારતાં તેઓને માસ્ક પહેરાવ્યાં હતા અને શા માટે માસ્ક પહેરવું જોઈએ તે વિશે પણ સમજાવ્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
સરાહનિય@સુરેન્દ્રનગર: પોલીસે નિયમો તોડતાં લોકોને દંડ આપવાને સ્થાને માસ્ક પહેરાવ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગર પોલીસની સરાહનિય કામગીરી સામે આવી છે. પોલીસે માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતાં લોકોને દંડ ન ફટકારતાં તેઓને માસ્ક પહેરાવ્યાં હતા અને શા માટે માસ્ક પહેરવું જોઈએ તે વિશે પણ સમજાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન પોલીસે વાહન ચાલકોને દંડ ફટકારવાને બદલે માસ્ક પહેરાવ્યા હતા. લખતર બસ સ્ટેન્ડ પર માસ્કનો દંડ દેવાના બદલે પોલીસે લોકોને પોતાની અને બીજા લોકોની સુરક્ષા માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી અને તેઓને માસ્ક પણ પહેરાવ્યા હતા. લખતરમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે પોલીસે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

સરાહનિય@સુરેન્દ્રનગર: પોલીસે નિયમો તોડતાં લોકોને દંડ આપવાને સ્થાને માસ્ક પહેરાવ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લખતર તાલુકામાં અને ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ તરફ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવે છે. લખતર પીએસઆઇ વાય.એસ.ચુડાસમા સહિત સ્ટાફ દ્રારા લખતર બસ સ્ટેન્ડ પર માસ્ક વગર ફરતા લોકોને માસ્કનો દંડ કરવાના બદલે લોકોને સમજાવી માસ્ક પહેરાવ્યાં હતાં.