સમિતિ@રાજકારણઃ બીજેપી નેતાના આરોપ બાદ રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે સમિતિ બનાવાઇ

અટલ સમાચાર. ડેસ્ક ભાજપના દિગ્ગજ નેતાના આરોપ બાદ રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે એક સમિતિ બનાવાઇ છે. સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની તપાસ કરશે. ફાઉન્ડેશનની તપાસ PMLA, આવકવેરા અધિનિયમ અને FCRA એક્ટ હેઠળ કરવામાં આવશે. ગડબડીઓની તપાસ માટે મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. નોધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ
 
સમિતિ@રાજકારણઃ બીજેપી નેતાના આરોપ બાદ રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે સમિતિ બનાવાઇ

અટલ સમાચાર. ડેસ્ક

ભાજપના દિગ્ગજ નેતાના આરોપ બાદ રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે એક સમિતિ બનાવાઇ છે. સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની તપાસ કરશે. ફાઉન્ડેશનની તપાસ PMLA, આવકવેરા અધિનિયમ અને FCRA એક્ટ હેઠળ કરવામાં આવશે. ગડબડીઓની તપાસ માટે મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. નોધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ત્રણ લાખ અમેરિકી ડોલર (લગભગ 2.26 કરોડ રૂપિયા)ની રકમ મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસે જણાવવું જોઈએ કે આટલી મોટી રકમ કયા મુદ્દે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળી હતી? આ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી છે અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના સભ્ય છે. જે પી નડ્ડાએ આ ગંભીર આરોપ મધ્ય પ્રદેશ જનસંવાદ નામથી આયોજિત એક ડિજિટલ રેલીને દિલ્હીથી સંબોધતી વખતે લગાવ્યો હતો.પુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના વિઝનઅને સપનાને પુરુ કરવા માટે આ ફાઉન્ડેશનની શરૂઆત 21 જુન 1991ના કરાઇ હતી.