ફરીયાદ@કચ્છ: જીલ્લામાં પહેલી ઘટના, કોરોના વેક્સિન ન લેનાર વેપારી સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે કોરોના રસીકરણ પર જોર આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે વેપારીઓ અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો માટે ફરજિયાત રસી લેવાની સૂચના આપી છે. તેમજ રસી ન લેનાર વેપારીઓ પોતાના ધંધા-રોજગાર શરૂ નહીં કરી શકે તેમ પણ
 
ફરીયાદ@કચ્છ: જીલ્લામાં પહેલી ઘટના, કોરોના વેક્સિન ન લેનાર વેપારી સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે કોરોના રસીકરણ પર જોર આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે વેપારીઓ અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો માટે ફરજિયાત રસી લેવાની સૂચના આપી છે. તેમજ રસી ન લેનાર વેપારીઓ પોતાના ધંધા-રોજગાર શરૂ નહીં કરી શકે તેમ પણ જણાવાયું છે, ત્યારે કચ્છમાં કોરોનાની રસીનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે તંત્રે લાલ આંખ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના કંડલામાં વેક્સિનનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે ગુનો નોંધાયો છે. કંડલામાં એક પણ ડોઝ લીધા વગર ધંધો કરી રહેલા વેપારી વિરૂધ્ધ કંડલા મરિન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. કચ્છનો પ્રથમ આવો કેસ વેક્સિનનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે ગુનો નોંધાયો છે. વેપારી વર્ગમાંથી એવી પણ માંગણી ઉઠી રહી છે કે, સમયસર વેક્સિન મળી શકતી ન હોવાથી પરીસ્થિતિ વિકટ બની રહી છે. નોંધનીય છે કે, સરકારે વેપારીઓને વેક્સિન લેવા માટે વધુ એક મુદ્દત આપેલી છે તેમજ તેમને 30મી જુલાઇ સુધીમાં વેક્સિનનો પહેલો ડોઝ લેવાની સૂચના પણ આપી હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો