ફરિયાદ@મહેસાણાઃ લગ્નના ઈરાદે યુવતિને સિદ્ધપુરનો યુવક ભગાડી ગયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં રહેતી એક યુવતિને સિદ્ધપુરનો યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. એક અઠવાડીયાથી યુવતિ ગુમ હોઈ પરિવારજનોની ભારે શોધખોળ બાદ હારી-થાકી પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ગુમ યુવતિને સિદ્ધપુરનો યુવક જયેશ નાયક રહે.અલીપુરાવાળા સાથે
 
ફરિયાદ@મહેસાણાઃ લગ્નના ઈરાદે યુવતિને સિદ્ધપુરનો યુવક ભગાડી ગયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં રહેતી એક યુવતિને સિદ્ધપુરનો યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. એક અઠવાડીયાથી યુવતિ ગુમ હોઈ પરિવારજનોની ભારે શોધખોળ બાદ હારી-થાકી પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ગુમ યુવતિને સિદ્ધપુરનો યુવક જયેશ નાયક રહે.અલીપુરાવાળા સાથે અવાર-નવાર વાતચીત થતી રહેતી હતી. આથી તા.9-11-19ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં યુવતિ કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી. જેની અઠવાડીયાની ભારે શોધખોળ બાદ કોઈ ભાળ ન મળી ન હતી. હેબતાઈ ગયેલ પરિવારજનોને પોતાની દિકરી સાથે સંપર્કમાં રહેલ યુવક લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની આશંકા આધારે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા શહેર એડીવીઝન પોલીસે ફરિયાદ આધારે યુવતિને શોધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.