દુષ્કર્મ@ઇડરઃ તાબે નહી થતી બે મહિલાને મહારાજની મેલી વિદ્યા કરી બરબાદ કરવાની ધમકી

અટલ સમાચાર, ઇડર સાબરકાંઠાના ઇડરના પાવાપુરી મંદિરના બે મહારાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાઇ છે. બંને મહારાજના કથિત ઓડિયો અને ફોટો પોલીસ સમક્ષ રજુ કરાયા છે. અમદાવાદ અને સુરતની પરિણિતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. બંને મહારાજ પર તંત્રમંત્રના નામે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. વિવાદને પગલે પાવાપુરી તિર્થધામના દરવાજા બંધકરી પ્રવેશ અટકાવાયો છે. અટલ સમાચાર આપના
 
દુષ્કર્મ@ઇડરઃ તાબે નહી થતી બે મહિલાને મહારાજની મેલી વિદ્યા કરી બરબાદ કરવાની ધમકી

અટલ સમાચાર, ઇડર

સાબરકાંઠાના ઇડરના પાવાપુરી મંદિરના બે મહારાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાઇ છે. બંને મહારાજના કથિત ઓડિયો અને ફોટો પોલીસ સમક્ષ રજુ કરાયા છે. અમદાવાદ અને સુરતની પરિણિતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. બંને મહારાજ પર તંત્રમંત્રના નામે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. વિવાદને પગલે પાવાપુરી તિર્થધામના દરવાજા બંધકરી પ્રવેશ અટકાવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠાનાં ઇડરમાં બે જૈન સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં રાજાસાહેબ રાજતિલક સાગર ઉર્ફે રાજા મહારાજ અને મહારાજ સાહેબ કલ્યાણ સાગર પર ધર્મના નામે ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જૈન મુનીએ અમદાવાદ અને સુરતની પરિણીતાઓને શિકાર બનાવી હતી અને તેમની પર દુષ્કર્મ કરતા એક પરિણીતાના પતિ પાવાપુરી જલ મંદિરના બંને આચાર્ય સામે ફરિયાદ નોધાવી છે. પરિણીતાઓને ધમકી આપવામાં આવી હતી કે કોઈપણને દુષ્કર્મ મુદ્દે વાત કરશે તો મંત્રતંત્ર અને મેલી વિદ્યાથી બરબાદ કરી દેવામા આવશે.