ચિંતા@અમદાવાદ: બજારોમાં જામી ભીડ, કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતાં લોકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યભરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતાં રકારે ધીમે ધીમે ક્રમશ છૂટમાં વધારો કર્યો છે. જેથી ધંધા રોજગાર પાટા પર આવી શકે છે. પરંતુ સાથે સાથે કોરોનાના નિયમોનું પાલન કરવાની જરૂરથી સૂચના આપી છે. પરંતુ લોકો નિયમો નેવે મૂકીને બિન્દાસ બની ગયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
ચિંતા@અમદાવાદ: બજારોમાં જામી ભીડ, કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતાં લોકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યભરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતાં રકારે ધીમે ધીમે ક્રમશ છૂટમાં વધારો કર્યો છે. જેથી ધંધા રોજગાર પાટા પર આવી શકે છે. પરંતુ સાથે સાથે કોરોનાના નિયમોનું પાલન કરવાની જરૂરથી સૂચના આપી છે. પરંતુ લોકો નિયમો નેવે મૂકીને બિન્દાસ બની ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. આ લોકો માસ્ક પહેર્યા વિના સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ દ્વશ્યો જોઇને એવું લાગી રહ્યું છે આ લોકો ખુલ્લેઆમ કોરોનાની ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપી રહ્યા હોય.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાનો વેરિએન્ટ ડેલ્ટા પલ્સના કેસ મળી રહ્યા છે ત્યારે આ તરફ બિન્દાસ બનેલા લોકો આગામી દિવસોમાં ડેલ્ટા પલ્સને નોતરું આપે તેમાં કોઇ નવાઇ નહી. કોરોનાની બીજી લહેરનો ખતરો ઓછો થતા હવે ધીરે ધીરે ગુજરાત અનલોક તરફ વળી રહ્યું છે. સરકારે આપેલી છૂટછાટ મુજબ રવિવારથી ગુજરાતમાં અનેક સુવિધાઓ મળવાનું શરૂ થઇ ગયું છે. 36 માંથી 18 શહેરો કરફ્યૂ મુક્ત થયા છે. એટલે કે, માત્ર 18 શહેરોમાં જ રાત્ર 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. સાથે જ હોટલ, ગાર્ડન, મલ્ટીપ્લેક્સ બધુ જ આજથી ખૂલશે. આ છૂટછાટો 10 જુલાઈ સુધી લાગુ રહેશે.