ચિંતા@ગુજરાત: આગાહી વચ્ચે આ જગ્યાએ પડ્યો વરસાદ, કૃષિપાકને નુકશાનની સંભાવના

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં ફરીવાર વરસાદની આગાહી વચ્ચે ગત સાંજથી આજ સવાર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. શિયાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. તો રવિપાકને નુકસાન થવાનો ભય પણ જગતના તાતમાં ફેલાયો છે. સુરતમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા
 
ચિંતા@ગુજરાત: આગાહી વચ્ચે આ જગ્યાએ પડ્યો વરસાદ, કૃષિપાકને નુકશાનની સંભાવના

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં ફરીવાર વરસાદની આગાહી વચ્ચે ગત સાંજથી આજ સવાર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. શિયાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. તો રવિપાકને નુકસાન થવાનો ભય પણ જગતના તાતમાં ફેલાયો છે. સુરતમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યુ  છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. નવસારી જિલ્લામાં વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જો કે, વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં સામાન્ય વરસાદ વરસતા સ્થાનિકોમાં કૌતુક જોવા મળ્યું હતું, ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગત મોડી રાતે જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા પણ કેટલાક સ્થળે પડ્યા હતા. આ રીતે શિયાળાની મોસમમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાનમાં પલટો જોવા મળી શકે છે.