ચિંતા@ગુજરાત: નર્મદા ડેમ 20 મીટર ખાલી, હવે વરસાદ ખેંચાયો તો જળસંકટના એંધાણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર
 
ચિંતા@ગુજરાત: નર્મદા ડેમ 20 મીટર ખાલી, હવે વરસાદ ખેંચાયો તો જળસંકટના એંધાણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરદાર સરોવર નર્મદા બંધગત વર્ષે 28 ઓગષ્ટ, 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે હાલ આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લામાં સિઝનનો અત્યારસુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઇ છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર 12,350 ક્યુસેક થઇ રહી છે. જ્યારે જાવક 12,000 ક્યુસેક થઇ રહી છે. એટલે હાલ છેલ્લા 12 કલાકમાં માત્ર 7 સે.મી.નો વધારો નોંધાયો છે. નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો છે પરંતુ જો વરસાદ હજુ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે. 2018માં જ્યારે નર્મદા બંધની જળસપાટી 110 મીટર ગઈ હતી ત્યારે (IBPT ટનલ) ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે.