ચિંતાઃ ભારતે ઈટલીને પછાડ્યું! હવે 4 દેશોમાં આપણાથી વધુ એક્ટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. બુધવારે દેશમાં આ વાયરસથી પીડિતોની સંખ્યા 1.11 લાખને પાર થઈ ગઈ. આ મુશ્કેલ સમયમાં રાહતની વાત એ છે કે તેમાંથી લગભગ 45 હજાર કોરોના દર્દી સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. જો દેશમાં એક્ટીવ કેસની વાત કરીએ તો આપણે ઈટલીથી આગળ નીકળી ગયા છીએ. હવે દુનિયામાં
 
ચિંતાઃ ભારતે ઈટલીને પછાડ્યું! હવે 4 દેશોમાં આપણાથી વધુ એક્ટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. બુધવારે દેશમાં આ વાયરસથી પીડિતોની સંખ્યા 1.11 લાખને પાર થઈ ગઈ. આ મુશ્કેલ સમયમાં રાહતની વાત એ છે કે તેમાંથી લગભગ 45 હજાર કોરોના દર્દી સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. જો દેશમાં એક્ટીવ કેસની વાત કરીએ તો આપણે ઈટલીથી આગળ નીકળી ગયા છીએ. હવે દુનિયામાં માત્ર 4 દેશ એવા છે જ્યાં કોવિડ-19 (Covid-19)ના એક્ટિવ કેસ ભારતથી વધુ છે.

ભારતે છેલ્લા બે મહિનામાં એક્ટિવ કેસના મામલે ઈટલી અને પેરુને પાછળ મૂકી દીધા છે. ઈટલીમાં 62,752 અને
પેરુમાં 60,045 કેસ છે. ઈટલીમાં 32 હજાર લોકોએ જીવ ગુમાવ્યાઃ કુલ કેસની વાત કરીએ તો ઈટલીમાં 2.27 લાખ અને પેરુમાં 99,450 કોવિડ-19ના દર્દી છે. ઈટલીમાં આ વાયરસના કારણે 32,330 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે હવે ત્યાં તેનો કહેર ઓછો થઈ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈટલીમાં અત્યાર સુધી 132,282 લોકો કોવિડ-19ને હરાવીને સ્વસ્થ થઈ ચૂક્યા છે. પેરુમાં 2914 લોકોનાં મોત થયા છે જ્યારે લગભગ 36 હજાર લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ભારતમાં લગભગ 3,400 લોકો કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકાની હાલત સૌથી ખરાબઃ દુનિયામાં એક્ટિવ કેસની વાત કરીએ તો અમેરિકાની હાલત સૌથી ખરાબ છે. ત્યાં કુલ 15.78 લાખ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા. તેમાંથી 11.19 લાખ હજુ પણ એક્ટિવ કેસ છે. અમેરિકામાં લગભગ 3.65 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

અમેરિકામાં કોરોનાન કારણે 94 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં લગભગ 3.65 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાન કારણે 94 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં લગભગ 3.65 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાન કારણે 94 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.