ચિંતા@મહેસાણા: ગ્રામ્યમાં સંક્રમણનો રાફડો ફાટ્યો, નવા 20 કેસ સામે 9ને ડીસ્ચાર્જ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તરોમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આ સાથે રીકવરી રેટ પણ ઘટતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે જીલ્લામાં એકસાથે નવા 20 કેસ સામે આવ્યા તો સામે માત્ર 9 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે
 
ચિંતા@મહેસાણા: ગ્રામ્યમાં સંક્રમણનો રાફડો ફાટ્યો, નવા 20 કેસ સામે 9ને ડીસ્ચાર્જ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તરોમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આ સાથે રીકવરી રેટ પણ ઘટતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે જીલ્લામાં એકસાથે નવા 20 કેસ સામે આવ્યા તો સામે માત્ર 9 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે સૌથી વધુ જોટાણામાં એકસાથે નવા 9 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે નવા 20 દર્દી ઉમેરાયા છે. આ તરફ આજે નવા 9 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 5 કેસ સામે આવ્યા તો સામે મહેસાણા તાલુકાના પીલુદરા અને દેદીયાસણમાં 1-1 કેસ સામે આવ્યો છે. તો જોટાણામાં આજે એકસાથે નવા 9 દર્દી નોંધાયા છે. આ તરફ કડી તાલુકાના મેડાઆદરજમાં 1 અને ખેરાલુ તાલુકાના મંડાલીમાં 3 કેસ મળી નવા 20 કેસ સામે આવ્યા છે.