ચિંતા@ઉ.ગુ: સંક્રમણ બન્યું બેફામ, 3 જીલ્લામાં નવા 111 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતમાં આજે કોરોના વાયરસનો મહાવિસ્ફોટ થયો હોય તેમ ત્રણ જીલ્લામાં મળી નવા 111 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 41 કેસ સામે 59 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ પાટણ જીલ્લામાં 14 અને બનાસકાંઠા જીલ્લામાં 56 દર્દી ઉમેરાયાં છે. અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો
 
ચિંતા@ઉ.ગુ: સંક્રમણ બન્યું બેફામ, 3 જીલ્લામાં નવા 111 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં આજે કોરોના વાયરસનો મહાવિસ્ફોટ થયો હોય તેમ ત્રણ જીલ્લામાં મળી નવા 111 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 41 કેસ સામે 59 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ પાટણ જીલ્લામાં 14 અને બનાસકાંઠા જીલ્લામાં 56 દર્દી ઉમેરાયાં છે. અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા સહિત સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં 41 કેસ સામે 59 દર્દી સાજા થયાં

મહેસાણા જીલ્લા ગત દિવસોની સરખામણીએ રીકવરી રેટ વધતાં થોડીક રાહત મળી છે. મહેસાણા જીલ્લામાં નવા 41 કેસ સામે 59 દર્દી સાજા થયાં છે. આજે મહેસાણા શહેરમાં 13, વિસનગર શહેરમાં 3, ઊંઝા શહેરમાં 3, વિજાપુર શહેરમાં 3, કડી શહેરમાં ૪, મહેસાણાના સાંગણપુર અને પાંચોટ(OG)માં 1-1, ગોઝારીયામાં 2, કડીના વડાવી, અંબાવપુરા, પિરોજપુરામાં 1-1, ઊંઝાના ઉનાવા અને મક્તુપુરમાં 1-1, વિસનગરના રાલીસણા, કડા, ખદલપુર અને કાંસા એનએમાં 1-1, વિજાપુરના કણભા અને ખણુંસામાં 1-1 મળી નવા 41 કેસ નોંધાયા છે.

પાટણ જીલ્લામાં નવા 14 કેસ

ચિંતા@ઉ.ગુ: સંક્રમણ બન્યું બેફામ, 3 જીલ્લામાં નવા 111 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ

પાટણ જીલ્લામાં થોડીક રાહત મળી હોય તેમ બે દિવસથી કોરોના આંકમાં ઘટાડો થયો છે. આજે પાટણ જીલ્લામાં નવા 14 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 4, તાલુકાના ગોલાપુર અને સંડેરમાં 1-1, ચાણસ્મા તાલુકાના ધિણોજ, રેલ્વેપુરા અને ધરમોડામાં 1-1, વડાવલીમાં 2, સિધ્ધપુર શહેરમાં 1, શંખેશ્વરના મોટીચંદુરમાં 1 અને રાધનપુર શહેરમાં 1 કેસ નોંધાયો છે.

બનાસકાંઠા જીલ્લામાં 56 કેસ સાથે કોરોના વિસ્ફોટ

ચિંતા@ઉ.ગુ: સંક્રમણ બન્યું બેફામ, 3 જીલ્લામાં નવા 111 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ
File Photo

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 56 કેસ નોંધાયા છે. આજે પાલનપુરમાં 3, દાંતામાં 1, ડીસામાં 2, લાખણીમાં 2, ધાનેરામાં 1, કાંકરેજમાં 1, દિયોદરમાં 1, થરાદમાં 1, ભાભરમાં 2, આરટીપીસીઆરમાં 29 કેસ, ખાનગી લેબમાં 13 મળી જીલ્લામાં કુલ 56 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા સહિત સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે.