ચિંતા@રાધનપુર: પાલિકા પ્રમુખ પહોંચ્યાં સરકારી હોસ્પિટલ, ડોક્ટરોની ઘટ જોઈ Dy.CMને લખ્યો પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુરમાં કોરોનાના કહેર વચ્ચે પાલિકા પ્રમુખે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શનિવારે રૂબરૂ મુલાકાતમાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ તેમજ ડોક્ટરો અને સ્ટાફ અછત જોવા મળતાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે વહેલામાં વહેલી તકે રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ અને ડોક્ટરો અને સ્ટાફની ઘટ બાબતે
 
ચિંતા@રાધનપુર: પાલિકા પ્રમુખ પહોંચ્યાં સરકારી હોસ્પિટલ, ડોક્ટરોની ઘટ જોઈ Dy.CMને લખ્યો પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરમાં કોરોનાના કહેર વચ્ચે પાલિકા પ્રમુખે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શનિવારે રૂબરૂ મુલાકાતમાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ તેમજ ડોક્ટરો અને સ્ટાફ અછત જોવા મળતાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે વહેલામાં વહેલી તકે રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ અને ડોક્ટરો અને સ્ટાફની ઘટ બાબતે નિર્ણય કરી ભરતી કરવામાં આવે, આ સાથે જરૂરી મેડીકલ સાધનો ફાળવવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@રાધનપુર: પાલિકા પ્રમુખ પહોંચ્યાં સરકારી હોસ્પિટલ, ડોક્ટરોની ઘટ જોઈ Dy.CMને લખ્યો પત્ર

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકાના પ્રમુઅ મહેશભાઇ અદાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં રાધનપુર શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર જરૂરી કર્મચારીઓનો પુરતો સ્ટાફ અને જરૂરી મેડીકલ સાધનો ફાળવવા રજૂઆત કરી છે. પાલિકા પ્રમુખે જણાવ્યું હતુ કે, તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત લેતાં ત્યાં 40 બેડની જ વ્યવસ્થા કરાઇ છે. જોકે હોસ્પિટલમાં એકપણ વેન્ટીલેટર કે ઓક્સિજન પાઇપલાઇનની વ્યવસ્થા ન કરાઇ હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે.

ચિંતા@રાધનપુર: પાલિકા પ્રમુખ પહોંચ્યાં સરકારી હોસ્પિટલ, ડોક્ટરોની ઘટ જોઈ Dy.CMને લખ્યો પત્ર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુર, સાંતલપુર અને વારાહી પંથકના દર્દીઓ મોટેભાગે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં હોય છે. જોકે વર્તમાન સ્થિતિને જોતાં રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની અછત અને ખાસ તો મેડીકલ સાધનોની અછતને તાત્કાલિક પુર્ણ કરવા પાલિકા પ્રમુખે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ચિંતા@રાધનપુર: પાલિકા પ્રમુખ પહોંચ્યાં સરકારી હોસ્પિટલ, ડોક્ટરોની ઘટ જોઈ Dy.CMને લખ્યો પત્ર