ચિંતા@સુઇગામ: કોરોનાના ત્રાસ વચ્ચે સરહદી વિસ્તારમાં ફરી દેખાયા તીડના ઝુંડ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી તીડના ઝુંડ દેખાયા છે. સુઇગામ તાલુકાના ગામડાઓમાં આજે સવારે સફેદ અને લાલ કલરમાં તીડના ઝુંડ જોવા મળતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નોંધનિય છે કે, ગત વર્ષે તીડ આક્રમણને કારણે ખેડૂતોને મોટું નુકશાન થયુ હતુ. જોકે ફરી એકવાર તીડના ઝુંડ દેખાતા લોકોએ થાળી વગાડી
 
ચિંતા@સુઇગામ: કોરોનાના ત્રાસ વચ્ચે સરહદી વિસ્તારમાં ફરી દેખાયા તીડના ઝુંડ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી તીડના ઝુંડ દેખાયા છે. સુઇગામ તાલુકાના ગામડાઓમાં આજે સવારે સફેદ અને લાલ કલરમાં તીડના ઝુંડ જોવા મળતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નોંધનિય છે કે, ગત વર્ષે તીડ આક્રમણને કારણે ખેડૂતોને મોટું નુકશાન થયુ હતુ. જોકે ફરી એકવાર તીડના ઝુંડ દેખાતા લોકોએ થાળી વગાડી તેને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@સુઇગામ: કોરોનાના ત્રાસ વચ્ચે સરહદી વિસ્તારમાં ફરી દેખાયા તીડના ઝુંડ

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ગામોમાં આજે તીડના ઝુંડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે સુઇગામ અને વાવ તાલુકાના મોરવાડા, એટા, લાલપરા સહિત અન્ય ગામોમાં લાલ અને સફેદ તીડના ઝુંડ દેખાયા છે. વહેલી સવારથી ખેડૂતો તીડને ભગાડવા થાળી-તગારા લઇ ખેતરમાં પહોંચ્યા છે. ખેડૂતોની ચિંતાગ્રસ્ત સ્થિતિ વચ્ચે વારંવાર તીડ આક્રમણ ખેતીવાડી ટીમ અને તીડ નિયંત્રણ ટીમની બેદરકારી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

ચિંતા@સુઇગામ: કોરોનાના ત્રાસ વચ્ચે સરહદી વિસ્તારમાં ફરી દેખાયા તીડના ઝુંડ
File Photo