ચિંતા@સુરત: કોરોના સંક્રમણ બેકાબૂ, બપોર સુધીમાં નવા 140 કેસ સામે આવ્યા

અટલ સમાચાર,ડેસ્ક સુરત જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે સુરતમાંથી અધધધ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં બપોર સુધીમાં નવા 140 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં સુરત શહેરમાંથી 105 અને ગ્રામ્યમાં 35થી કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સુરતનો કોરોના ગ્રાફ છેલ્લા ઘણા દિવસથી ઉપર જ
 
ચિંતા@સુરત: કોરોના સંક્રમણ બેકાબૂ, બપોર સુધીમાં નવા 140 કેસ સામે આવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

સુરત જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે સુરતમાંથી અધધધ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં બપોર સુધીમાં નવા 140 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં સુરત શહેરમાંથી 105 અને ગ્રામ્યમાં 35થી કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સુરતનો કોરોના ગ્રાફ છેલ્લા ઘણા દિવસથી ઉપર જ ઉપર જઇ રહ્યો છે, ત્યારે બપોર સુધીમાં 140 કેસ સામે આવતા સુરત કોરોના મામલે અમદાવાદની હરીફાઇમાં હોવા જેવું લાગી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં હવે અમદાવાદની હરીફાઇમાં સુરત પણ આવ્યુ હોય તેમ અત્યાર સુધી જીલ્લામાં કોરોનાના કુલ 11,798 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ તરફ આજે બપોર સુધીમાં નવા 140 કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. સરકારી તંત્ર-સહકારી તંત્ર અને લોકો પણ જ્યારે કોરોના સંક્રમણને વધતુ રોકવા માટે સુરતમા કામે લાગ્યા છે અને તો પણ કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે. અરે કોરોનાનાં વધતા કહેરનાં કારણે આંશીક લોકડાઉન લાગુ કરી દેવાયું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે અને છતા આટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.