ચિંતિત@પાટણ: સારવાર કરતાં નર્સને કોરોના, સમીનો યુવક ચેપગ્રસ્ત

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે લઈ લોકડાઉન 3નાં અંતિમ દિવસે પાટણ આરોગ્યમાં દોડધામ મચી ગઇ છે. ચેપગ્રસ્તોની સારવાર કરતાં નર્સને કોરોના લાગ્યો છે. જ્યારે સમી ગામના યુવકને પણ પોઝિટિવ આવ્યો છે. શનિવાર 4 બાદ આજે રવિવારે પણ કેસોની વણથંભી વણઝાર સામે આવી છે. આવી સ્થિતિમાં રહીશોને ગ્રીન ઝોનની આશા વારંવાર ઠગારી નિવડી
 
ચિંતિત@પાટણ: સારવાર કરતાં નર્સને કોરોના, સમીનો યુવક ચેપગ્રસ્ત

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે લઈ લોકડાઉન 3નાં અંતિમ દિવસે પાટણ આરોગ્યમાં દોડધામ મચી ગઇ છે. ચેપગ્રસ્તોની સારવાર કરતાં નર્સને કોરોના લાગ્યો છે. જ્યારે સમી ગામના યુવકને પણ પોઝિટિવ આવ્યો છે. શનિવાર 4 બાદ આજે રવિવારે પણ કેસોની વણથંભી વણઝાર સામે આવી છે. આવી સ્થિતિમાં રહીશોને ગ્રીન ઝોનની આશા વારંવાર ઠગારી નિવડી રહી છે.

ચિંતિત@પાટણ: સારવાર કરતાં નર્સને કોરોના, સમીનો યુવક ચેપગ્રસ્ત

પાટણ નજીક ધારપુર મેડીકલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ જ્યારે સમી ગામના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આઇસોલેશન વોર્ડમાં જતાં 25 વર્ષના નર્સ ચેપગ્રસ્ત બન્યા છે. આથી કોરોના વોરિયર્સ ખુદ વાયરસનાં દર્દી બનતાં દોડધામ મચી ગઇ છે. આ તરફ ગઈકાલે સમી તાલુકાના કનીજ ગામે એક કેસ આવ્યા બાદ આજે સમી ગામના 40 વર્ષના યુવકને કોરોના આવ્યો છે. આ યુવક સુરતથી ગત 14 એપ્રિલે ગામમાં આવ્યા હતો. જેને હોમ ક્વોરોન્ટાઈન કર્યા બાદ સેમ્પલ લેવાયા હતા. જેમાં રીપોર્ટ પોઝીટીવ આવતાં પરિજનો ફફડાટ વચ્ચે આવ્યા છે. નોંધાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ચિંતિત@પાટણ: સારવાર કરતાં નર્સને કોરોના, સમીનો યુવક ચેપગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરસ્વતી, સિધ્ધપુર, હારિજ, સમી, ચાણસ્મા સહિતના તાલુકા અને પાટણ શહેરમાં પણ કોરોના સંક્રમણના કેસો આવી ગયા છે. આથી સમગ્ર પાટણ જિલ્લામાં હવે તબક્કાવાર કેસો ઘટાડી કોરોના મુક્ત કરવું અત્યંત જરૂરી બન્યું છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ભયજનક રીતે આગળ વધી રહ્યું હોઇ જનઆરોગ્ય લક્ષી આયોજન વધ્યું છે. સતત છ દિવસથી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હોવાથી આરોગ્ય તંત્ર હરકતમાં છે.