ચિંતા@અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે AMCએ શરૂ કરી તૈયારીઓ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ પાછું ન ફેલાય તે માટે તંત્ર અલર્ટ બન્યું છે દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાયેલો છે તે જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. કેસ ફરી ન વકરે તે માટે પ્રશાસન તરફથી તકેદારીના ભાગ રૂપે શહેરમાં 39 જેટલા ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં
 
ચિંતા@અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે AMCએ શરૂ કરી તૈયારીઓ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ પાછું ન ફેલાય તે માટે તંત્ર અલર્ટ બન્યું છે દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાયેલો છે તે જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. કેસ ફરી ન વકરે તે માટે પ્રશાસન તરફથી તકેદારીના ભાગ રૂપે શહેરમાં 39 જેટલા ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ મનપા તરફથી 200 સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે જ 39 સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મનપાએ રેપીડ અને RTPCR ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ મનપાએ રોજના 5 હજાર 500 ટેસ્ટ કરવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરમાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી જેને લઈ આ વખતે મનપાએ પહેલાથી અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.