ચિંતા@દેશ: કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે બે દિવસમાં બમણા થયા નવા કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં નવા કેસમાં 21 હજારથી વધુનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે 24 ઓગસ્ટના રોજ 25467 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા
 
ચિંતા@દેશ: કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે બે દિવસમાં બમણા થયા નવા કેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં નવા કેસમાં 21 હજારથી વધુનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે 24 ઓગસ્ટના રોજ 25467 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,164 નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 3,25,58,530 થઈ છે. હાલ દેશમાં 3,33,725 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં જો કે 34,159 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,88,440 પર પહોંચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 607 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 436365 પર પહોંચ્યો છે. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં 60,38,46,475 લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાંથી 80,40,407 ડોઝ ગઈ કાલે અપાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેલ્લા 2 દિવસમાં ભારતમાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયેલો જોવા મળ્યો છે. 24 ઓગસ્ટના રોજ દેશભરમાં 25467 નવા કેસ નોંધાયા હતા. જે આજે 26 ઓગસ્ટના રોજ નોંધાયેલા આંકડા કરતા 21 હજાર જેટલા ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ બુધવારે 25 ઓગસ્ટના રોજ 37593 કેસ નોંધાયા હતા અને આજે 26 ઓગસ્ટે આ આંકડો હવે 46,164 પર પહોંચી ગયો છે.