ચિંતાઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન વેન્ટિલેટર સપોર્ટ પર

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશના પાટનગરના લખનઉની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન ની હાલત નાજુક છે. તેમને ઇલેક્ટિવ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મેદાંતા હૉસ્પિટલના નિદેશક રાકેશ કપૂરે જણાવ્યું કે રાજ્યપાલની સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યપાલ લાલજી ટંડનના લીવરમાં તકલીફ ઊભી થતાં સીટી ગાઇડેડ પ્રોસીજર કરવામાં આવ્યું. પ્રોસીજર ઉપરાંત પેટમાં રક્તનો
 
ચિંતાઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન વેન્ટિલેટર સપોર્ટ પર

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશના પાટનગરના લખનઉની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન  ની હાલત નાજુક છે. તેમને ઇલેક્ટિવ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મેદાંતા હૉસ્પિટલના નિદેશક રાકેશ કપૂરે જણાવ્યું કે રાજ્યપાલની સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યપાલ લાલજી ટંડનના લીવરમાં તકલીફ ઊભી થતાં સીટી ગાઇડેડ પ્રોસીજર કરવામાં આવ્યું. પ્રોસીજર ઉપરાંત પેટમાં રક્તનો સ્ત્રાવ વધી ગયો. રક્ત સ્ત્રાવના કારણે રાજ્યપાલ ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ સોમવાર સાંજે તેમની હાલત નાજુક થઈ ગઈ છે. રાજ્યપાલને હાલ ઇલેક્ટિવ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યપાલ લાલજી ટંડનને ફેફસાં, કિડની અને લીવરની તકલીફ છે. રાજ્યપાલ લાલજી ટંડનનું ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું છે. ક્રિટિકલ કેર વિશેષજ્ઞોની ટીમની દેખરેખ હેઠળ રાજ્યપાલની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, 11 જૂને સવારે શ્વાસની તકલીફ, યૂરીનની તકલીફ અને તાવના કારણે તેમને મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવાર બપોર સુધી મેદાંતા હૉસ્પિટલ તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરશે.

રાજ્યપાલ લાલજી ટંડનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે, 10 દિવસની રજા પર લખનઉ પહોંચ્યા હતા. ત્યારબાદ તેની તબિયત બગડી ગઈ. નોંધનીય છે કે, આ બધાની વચ્ચે સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મેદાંતા હૉસ્પિટલ પહોંચ્યા હતા અને રાજ્યપાલના ખબર-અંતર પૂછ્યા.