ચિંતા@પાટણ: વરાણામાં એકસાથે 8 કેસ, જીલ્લામાં નવા 33 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લામાં આજે એકસાથે નવા 33 દર્દી ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે જીલ્લામાં એકસાથે સૌથી વધુ કેસ યાત્રાધામ વરાણામાં 8 કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ તરફ પાટણ શહેરમાં પણ આજે નવા 7 કેસ આવતાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ
 
ચિંતા@પાટણ: વરાણામાં એકસાથે 8 કેસ, જીલ્લામાં નવા 33 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લામાં આજે એકસાથે નવા 33 દર્દી ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે જીલ્લામાં એકસાથે સૌથી વધુ કેસ યાત્રાધામ વરાણામાં 8 કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ તરફ પાટણ શહેરમાં પણ આજે નવા 7 કેસ આવતાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 33 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 7, પાટણ તાલુકાના મણુંદ, રણુંજ અને બાલીસણામાં ‌1-1, સમી તાલુકાના વરાણા ગામે એકસાથે નવા 8 કેસ, સિધ્ધપુર શહેરમાં 3 કેસ, તાલુકાના નેદ્રા ગામે 1, હારીજ તાલુકાના જુનામાંકા, જુનાકલાણા અને વાઘેલમાં 1-1, રાધનપુર શહેરમાં 2, સરસ્વતી તાલુકાના અબ્લુવામાં 2, સાંતલપુર તાલુકાના વારાહી ગામે 2 અને ચાણસ્મા તાલુકાના છમીછા-ખારી ધારીયાલમાં 1-1 કેસ નોંધાયા છે.