ચિંતા@પાટણ: સોનાર ગામે એકસાથે 9 કેસ આવ્યાં, જીલ્લામાં નવા 31 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, પાટણ પાટણમાં સતત કેટલાક દિવસોથી કોરોનાનો રાફડો દૈનિક બન્યો હોય તેમ આજે પણ ડબલ આંકડામાં નવા 31 દર્દી ઉમેરાયા છે. આ તરફ આજે સમી તાલુકાના નાનકડા સોનાર ગામમાં પણ એકસાથે 9 કેસ આવતાં સંબંધિતોમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તરફ
 
ચિંતા@પાટણ: સોનાર ગામે એકસાથે 9 કેસ આવ્યાં, જીલ્લામાં નવા 31 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, પાટણ

પાટણમાં સતત કેટલાક દિવસોથી કોરોનાનો રાફડો દૈનિક બન્યો હોય તેમ આજે પણ ડબલ આંકડામાં નવા 31 દર્દી ઉમેરાયા છે. આ તરફ આજે સમી તાલુકાના નાનકડા સોનાર ગામમાં પણ એકસાથે 9 કેસ આવતાં સંબંધિતોમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તરફ આજે નોંધાયેલા દર્દીઓ સહિત પાટણ જીલ્લાનો કુલ આંક 2029 પહોંચી ચુક્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આજે જીલ્લાના સમી, પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને રાધનપુરમાં તાલુકામાં નવા કેસો સામે આવ્યા છે. આ તરફ આજે સૌથી વધુ કેસ સમી તાલુકાના સોનાર ગામે એકસાથે 9 દર્દી ઉમેરાતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે સમીમાં 1, તાલુકાના કાઠી અને ધધાણામાં 1-1 કેસ નોંધાયો છે. તમામ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પોતાને કોરોના છે કે નહિ તે બાબતે ચિંતાગ્રસ્ત બન્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાટણ શહેરમાં 8 અને તાલુકાના મણુંદમાં 1 કેસ આવ્યો છે. આ તરફ સિધ્ધપુર શહેરમાં 1, તાલુકાના ખોલવાડામાં 2 અને કુંવારા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટસમાં 1, રાધનપુર શહેરમાં 2 અને તાલુકાના કમાલપુરમાં 1, ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડામાં 2 અને ધિણોજમાં 1 મળી જીલ્લામાં નવા 31 દર્દીનો ઉમેરો થયો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત શરૂ કરવામાં આવી છે.