ચિંતા@પાટણ: શહેરી વિસ્તારમાં કોરોના બેફામ, આજે જીલ્લામાં નવા 21 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં નવા 21 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસલેશન વોર્ડમાં મોકલવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવાની
 
ચિંતા@પાટણ: શહેરી વિસ્તારમાં કોરોના બેફામ, આજે જીલ્લામાં નવા 21 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં નવા 21 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસલેશન વોર્ડમાં મોકલવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવાની કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 21 કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરમાં 7, પાટણ તાલુકાના સંડેર, મણુંદ, ધારપુર કેમ્પસ અને કણીમાં 1-1, સિધ્ધપુર શહેરમાં 4 અને સિધ્ધપુર તાલુકાના બીલીયામાં ‌1, ચાણસ્મા શહેરના 1 અને તાલુકાના પલાસરમાં 1, રાધનપુર શહેરમાં 1, હારીજ તાલુકાના કુકરાણા અને સોઢવમાં 1-1 મળી નવા 21 કેસ સામે આવ્યા છે.