ખળભળાટ@ધાનેરા: ભાજપના નેતાના પ્રેમને કારણે પાર્ટી તુટી હોવાનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જીલ્લા ભાજપ સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક મનમોટાવ વધી ગયો છે. આ સાથે હાલમાં ચાલી રહેલી સંગઠન નિમણુંકોમાં એકબીજા વચ્ચે હરીફાઇ બની છે. આ દરમ્યાન ફેસબુક ઉપર હીન્દી ભાષાના એકાઉન્ટ ઉપર ગંભીર આક્ષેપો સાથેની કટાક્ષ સાથે ટીપ્પણી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. દુશાશન પંડ્યાના નિર્મલ પ્રેમને કારણે બનાસકાંઠા જીલ્લામાં ભાજપ
 
ખળભળાટ@ધાનેરા: ભાજપના નેતાના પ્રેમને કારણે પાર્ટી તુટી હોવાનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જીલ્લા ભાજપ સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક મનમોટાવ વધી ગયો છે. આ સાથે હાલમાં ચાલી રહેલી સંગઠન નિમણુંકોમાં એકબીજા વચ્ચે હરીફાઇ બની છે. આ દરમ્યાન ફેસબુક ઉપર હીન્દી ભાષાના એકાઉન્ટ ઉપર ગંભીર આક્ષેપો સાથેની કટાક્ષ સાથે ટીપ્પણી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. દુશાશન પંડ્યાના નિર્મલ પ્રેમને કારણે બનાસકાંઠા જીલ્લામાં ભાજપ બે સીટ આવી ગઇ હોવાનો ગંભીર કટાક્ષ કર્યો છે. જેના પગલે ભાજપનો આંતરિક ગજગ્રાહ સામે આવ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

“ધાનેરા રાજકારણ” નામનુ હિન્દી ભાષામાં ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવેલુ છે. જેમાં આજે સવારે 10 વાગ્યાના સુમારે ભાજપના નેતા ઉપર કટાક્ષ અને વિવાદાસ્પદ ટીપ્પણી કરી પાર્ટીને બચાવવા જણાવ્યુ છે. જેમાં ” બનાસકાંઠા પ્રભારી (દુશાશન પંડ્યા)નાં નિર્મલ પ્રેમને પરિણામે આજે બનાસકાંઠા ભાજપ 2 સીટ પર આવીને ઉભું રહ્યું છે. JAGO BJP JAGO ” આ પ્રકારના લખાણથી ભાજપના કયા નેતા અને એમનો કોની સાથેનો પ્રેમ સવાલો અને આશંકાની સ્થિતિમાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા ભાજપ પ્રભારી ઉપર ખુદ ભાજપના જ સમર્થકોની ગંભીર આક્ષેપોવાળી ટીપ્પણીથી રાજકીય હડકંપ મચી ગયો છે. જોકે ફેસબુક ઉપર કરવામાં આવેલી ટીપ્પણી બાદ છ કલાકનો સમય વિતી ગયો છતાં ગણતરીની કોમેન્ટો સિવાય ખાસ પ્રતિભાવ મળ્યો નથી. આવી સ્થિતિમાં ધાનેરા રાજકારણ નામનુ ફેસબુક એકાઉન્ટ ચલાવનાર ભાજપી સમર્થકની હૈયાવરાળ અથવા આશય પાર્ટી માટે પણ સવાલો ઉભા કરે છે.