ખળભળાટ@મોડાસા: વિદ્યાર્થીઓ દ્વારા મોદીને પત્ર લખાવતા વાલીઓનો હોબાળો

અટલ સમાચાર, મોડાસા મોડાસા તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાન મોદીને પત્ર લખાવતા હોબાળો મચી ગયો હતો. નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ‘થેન્ક યૂ પીએમ’ના પોસ્ટ કાર્ડ લગાવવામાં આવ્યા હતા. જેની જાણ વાલીઓમાં થયાં બાદ ભારે નારાજગી સાથે રોષ ફેલાયો હતો. આથી વાલીઓએ શાળાનાં ટ્રસ્ટીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરતાં ખળભળાટ મચી ગયો છે.
 
ખળભળાટ@મોડાસા: વિદ્યાર્થીઓ દ્વારા મોદીને પત્ર લખાવતા વાલીઓનો હોબાળો

અટલ સમાચાર, મોડાસા

મોડાસા તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાન મોદીને પત્ર લખાવતા હોબાળો મચી ગયો હતો. નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ‘થેન્ક યૂ પીએમ’ના પોસ્ટ કાર્ડ લગાવવામાં આવ્યા હતા. જેની જાણ વાલીઓમાં થયાં બાદ ભારે નારાજગી સાથે રોષ ફેલાયો હતો. આથી વાલીઓએ શાળાનાં ટ્રસ્ટીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સહિત દેશભરમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થન અને વિરોધમાં વાતાવરણ ગરમાયું છે. આ દરમ્યાન મોડાસાના ટીંટોઈ ગામે આવેલી પી.એમ.કોઠારી હાઈસ્કૂલમાં કાયદાને લઈ ગતિવિધિ થયાં બાદ ચકચાર મચી ગઇ છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતી ટપાલો લગાવવામાં આવી હતી. કાયદા બાબતે “નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને ખુબ ખુબ અભિનંદન” લખાવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ અંગેની જાણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓને તથા લઘુમતી સમાજના લોકોને થતાં દોડધામ મચી ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે વાલીગણ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભારે વિરોધને પગલે શાળાનાં ટ્રસ્ટી મંડળે CAAના સમર્થનમાં લખાવેલા પત્રો બાળી નાખવાની હૈયાધારણા આપી હતી. વિવાદનો અંત લાવવા શાળા દ્વારા ટપાલ પત્રનો નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.