ખળભળાટ@સાબરડેરી: નોકરીના રિઝલ્ટ પહેલાં 32 નામો જાહેર કરી દીધાં

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરડેરીમાં ભરતી પરિક્ષા મામલે ચાલતી ગતિવિધિમાં અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક આવ્યો છે. વાત કથિત કૌભાંડ સામે લડત આપી રહેલાં કિર્તી પટેલે જેને નોકરી મળી શકે તેવા 32 નામો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે. હજુ તો ભરતી પરિક્ષાના પરિણામ જાહેર થયા નથી. છતાં સંભવિત નોકરીયાતોની યાદી જાહેર કરી ડેરીના
 
ખળભળાટ@સાબરડેરી: નોકરીના રિઝલ્ટ પહેલાં 32 નામો જાહેર કરી દીધાં

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરડેરીમાં ભરતી પરિક્ષા મામલે ચાલતી ગતિવિધિમાં અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક આવ્યો છે. વાત કથિત કૌભાંડ સામે લડત આપી રહેલાં કિર્તી પટેલે જેને નોકરી મળી શકે તેવા 32 નામો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે. હજુ તો ભરતી પરિક્ષાના પરિણામ જાહેર થયા નથી. છતાં સંભવિત નોકરીયાતોની યાદી જાહેર કરી ડેરીના સત્તાધીશોને ચેલેન્જ આપી દીધી છે. જેમાં સૌથી વધુ માલપુર અને બાયડ પંથકના હશે તેવો દાવો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@સાબરડેરી: નોકરીના રિઝલ્ટ પહેલાં 32 નામો જાહેર કરી દીધાં

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સૌથી મોટી સાબર ડેરી અનેક વિવાદો વચ્ચે મિડિયામાં સ્થાન મેળવી રહી છે. તાજેતરમાં શરૂ થયેલી ભરતી પરિક્ષામાં કૌભાંડ થયા હોવાનો ગંભીર આક્ષેપ અને રજૂઆત ડેલિકેટ કિર્તી પટેલે કરી છે. જેમાં ડેરીના ડીરેક્ટરો એક એક ઉમેદવાર પાસેથી 15થી 25 લાખ લઈ ભરતી કરવાના હોવાનો આક્ષેપ કર્યો છે. આ દરમ્યાન ગત દિવસે પાંચ સંભવિત ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ સૌથી મોટી યાદી આવી છે. કિર્તી પટેલે કુલ 32 સંભવિત નોકરીયાતોના નામની યાદી જાહેર કરી ખળભળાટ મચાવી દીધો છે.

ખળભળાટ@સાબરડેરી: નોકરીના રિઝલ્ટ પહેલાં 32 નામો જાહેર કરી દીધાં

સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય કિર્તી પટેલે જણાવ્યું હતું કે, ડેરીના ચેરમેન અને ડીરેક્ટરો ચોક્કસ ઉમેદવારોને જ નોકરી આપવાના છે. આ પૈકી જે નામો તૈયાર થયા છે તેમાંના 32 જાહેર કર્યા છે. આ 32 સંભવિત નોકરીયાતોમાં માંડ 5થી10 ટકા ફેરફાર હોઇ શકે. આ તરફ લડત આપનારે પરિક્ષાના પરિણામ પહેલાં પાસ થનારના નામો જાહેર કરી દેતાં ચકચાર મચી ગઇ છે. આથી સૌથી મોટા સવાલો ઉભા થયા છે કે, આ નામો પૈકી ખરેખર નોકરી મળશે ? જો તેમ થશે તો કેવી રીતે આ નામો અત્યારથી બહાર આવ્યા ? આ તમામ બાબતો સાબર ડેરીના પારદર્શક વહીવટ માટે મહત્વની બની છે.