ખળભળાટ@શંખેશ્વરઃ નર્મદા કેનાલોની સફાઈ માટે બાળમજૂર ઉતાર્યા

અટલ સમાચાર, મહેસાણા શંખેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલના નેટવર્કમાં બાવળોના ઝુંડનો કબજો છે. આથી સાફ-સફાઈ કરવા નર્મદા સત્તાવાળાઓએ કવાયત હાથ ધરી તેમાં અતિગંભીર બાબત સામે આવી છે. કેનાલોની સફાઈ માટે બાળ મજૂરોને ઉતારવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા એકમે પોતાની ભૂમિકાથી હાથ અધ્ધર કરતા બાળમજૂરો કોની સૂચનાથી સફાઈમાં આવ્યા તે તપાસનો વિષય
 
ખળભળાટ@શંખેશ્વરઃ નર્મદા કેનાલોની સફાઈ માટે બાળમજૂર ઉતાર્યા

અટલ સમાચાર, મહેસાણા

શંખેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલના નેટવર્કમાં બાવળોના ઝુંડનો કબજો છે. આથી સાફ-સફાઈ કરવા નર્મદા સત્તાવાળાઓએ કવાયત હાથ ધરી તેમાં અતિગંભીર બાબત સામે આવી છે. કેનાલોની સફાઈ માટે બાળ મજૂરોને ઉતારવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા એકમે પોતાની ભૂમિકાથી હાથ અધ્ધર કરતા બાળમજૂરો કોની સૂચનાથી સફાઈમાં આવ્યા તે તપાસનો વિષય બન્યો છે.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામની સીમમાંથી રતનપુર-2 નર્મદાની માઈનોર કેનાલ નીકળે છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ઝાડી-ઝાંખરા અને બાવળો ઉગી નીકળતા કેનાલનુ અસ્તિત્વ જ ભુંસાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નર્મદા તંત્રએ કેનાલોની સફાઈ માટે કોન્ટ્રાક્ટરને ઠેકો આપી મરામત કામગીરી હાથ ધરી છે. જોકે કેનાલની સફાઈમાં બાળમજૂરોને કામે લગાડ્યા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

Video:

સૂત્રોએ જણાવ્યુ હતું કે, કોન્ટ્રાક્ટરને સમગ્ર બાબતે નર્મદા એકમના વિજય ચૌધરીએ પૂછતા પોતાનો લેબર ન હોવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં કેનાલની સફાઈમાં બાળ મજૂરો કોની સૂચનાથી, ક્યાંથી અને કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય બન્યો છે. સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે ફોટા અને વિડીયોમાં દેખાતા બાળમજૂરો સ્થાનિક નથી. આ બાળમજૂરો દાહોદ તરફથી આવ્યા હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું.

તપાસ કર્યા બાદ વિગતો સ્પષ્ટ થઈ શકે

સમગ્ર મામલે નર્મદા કેનાલના વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે બાળમજૂરો અમારા કે કોન્ટ્રાક્ટર તરફથી આવ્યા નથી. સંભવતઃ કેટલાક સંજોગોમાં ખેડૂતો જાતે પણ કેનાલોની સફાઈ કરતા હોય છે. જોકે, બાળ મજૂરો ક્યાંથી આવ્યા હતા તે તપાસ કર્યા બાદ વિગતો સ્પષ્ટ થઈ શકશે.

કેનાલમાં બાળ મજૂરોને લઈ ઉભા થતા સવાલો

1. બાળ મજૂરો શું કારણથી કેનાલ સુધી પહોંચ્યા?

2. બાળ મજૂરો સફાઈ માટેના ઓજારો ક્યાંથી લાવ્યા?

3. શું બાળ મજૂરો ખેડૂતો લાવ્યા હતા ?

4. આસપાસના ખેડૂતોના નિવેદનો કેમ ન લીધા ?

5. બાળમજૂરોને લઈ કેમ થઈ રહ્યા છે બચવાના પ્રયાસો?